Fri,26 April 2024,8:00 am
Print
header

ગલવાન ઘાટીમાં અથડામણ બાદ પહેલી વખત મોદીની શી- જિનપિંગ સાથે મુલાકાત, G-20માં ડિનર પર મળ્યાં- Gujarat Post News

ઇન્ડોનેશિયાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત જી-20 શિખર સંમેલનમાં હાથ મિલાવ્યાં હતા. ગલવાણ ઘાટીમાં ગતિરોધને લઈને બંને દેશોના સંબંધો તણાવપૂર્ણ રહે છે, એવામાં બંને નેતાઓ વચ્ચેની થોડી ચર્ચાએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ જી-20ના સભ્યોના સ્વાગત માટે ડિનરનું આયોજન કર્યું હતું. જેમાં બંને નેતાઓ હાથ મિલાવતા જોવા મળ્યાં હતા.

જી-20 સમિટ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સંભવિત દ્વિપક્ષીય બેઠક અંગે અટકળો ચાલી રહી હતી. પરંતુ બંને પક્ષો દ્વારા શેર કરવામાં આવેલા એજન્ડામાં આવી કોઈ બેઠકનો ઉલ્લેખ નથી.મોદી અને જીનપિંગે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ભોજનમાં ભાગ લીધો હતો.બંને નેતાઓએ ડિનરના અંતે વાતચીતમાં અભિવાદન કર્યું હતું.

જૂન 2020 માં ગલવાન ખીણમાં બંને દેશો વચ્ચેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ચીનના સૈનિકો પણ માર્યા ગયા હતા.ભારતે સતત કહ્યું છે કે દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર શાંતિ જરૂરી છે. સપ્ટેમ્બરમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના વાર્ષિક શિખર સંમેલનમાં આમને-સામને આવ્યાં હતા. હવે તેઓ વચ્ચે કોઇ ચર્ચા થઇ છે.

બાલીમાં બંને નેતાઓએ ડિનરના અંતે હાથ મિલાવ્યાં હતા. વીડિયો પ્રમાણે તેમની વચ્ચે થોડી વાતચીત પણ થઇ હતી. રાત્રિભોજન ગરુડ વિષ્ણુ કેંકના કલ્ચરલ પાર્ક ખાતે યોજાયું હતું. શીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. મોદી પણ જો બાઇડેનને મળ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch