Sat,04 May 2024,10:20 pm
Print
header

રૂ.13,375 કરોડના શૈક્ષણિક પ્રોજેક્ટ, PM મોદી આજે દેશને સોંપશે 3 IIM, IIT, 20 KV, 13 નવોદય વિદ્યાલયો

શ્રીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુની મુલાકાત લેશે. તેઓ રૂ. 30,500 કરોડના અનેક વિકાસ કામોનો શિલાન્યાસ કરશે. PMO અનુસાર અન્ય ઘણા મોટા પ્રોજેક્ટ્સ સિવાય, PM મોદી શિક્ષણ ક્ષેત્રમાં લગભગ 13,375 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં રાષ્ટ્રને સમર્પિત પ્રોજેક્ટ્સમાં IIT ભિલાઈ, IIT તિરુપતિ, IIT જમ્મુ, IIITDM કુર્નૂલનો સમાવેશ થાય છે.

20 કેન્દ્રીય વિદ્યાલયો, 13 નવોદય વિદ્યાલયોની ઇમારતોનું ઉદ્ઘઘાટન 

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સ (IIS), કાનપુરમાં સ્થિત અદ્યતન ટેકનોલોજી પર આધારિત અગ્રણી કૌશલ્ય તાલીમ સંસ્થા અને દેવપ્રયાગ (ઉત્તરાખંડ) અને અગરતલા (ત્રિપુરા) ખાતે કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના 2 કેમ્પસ. PM IIM જમ્મુ, IIM બોધ ગયા અને IIM વિશાખાપટ્ટનમનું ઉદ્ઘઘાટન પણ કરશે. તેઓ સમગ્ર દેશમાં કેન્દ્રીય વિદ્યાલય (KV) માટે 20 નવી ઇમારતો અને 13 નવી નવોદય વિદ્યાલય (NV) ઇમારતોનું ઉદ્ઘઘાટન પણ કરશે.

એઈમ્સનું પણ ઉદ્ઘઘાટન કરશે

ઉપરાંત, 5 અન્ય કેન્દ્રીય વિદ્યાલય (KV) કેમ્પસ, એક નવોદય વિદ્યાલય (NV) કેમ્પસ અને દેશભરમાં નવોદય વિદ્યાલયો માટેના પાંચ વિવિધલક્ષી હોલનો શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. આ નવનિર્મિત KV અને NV ઈમારતો દેશભરના વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવશે. મોદી અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન (AIIMS), વિજયપુર (સામ્બા), જમ્મુનું પણ ઉદ્ઘઘાટન કરશે, જેનો શિલાન્યાસ વડાપ્રધાન દ્વારા ફેબ્રુઆરી 2019માં કરવામાં આવ્યો હતો.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch