Fri,26 April 2024,8:02 pm
Print
header

Big news- 21 દિવસ માટે ભારત બંધ, રાત્રે 12 વાગ્યાથી દેશમાં સંપૂર્ણ લોકડાઉન, PM મોદીની જાહેરાત

21 દિવસ માટે ભારત બંધ 

નવી દિલ્હીઃ કોરોનાના કહેર સામે લડવા હવે વડાપ્રધાન મોદીએ સૌથી મોટી જાહેરાત કરી છે, જે પ્રમાણે રાત્રે 12 વાગ્યા પછી પુરા ભારતને લોકડાઉન કરાયું છે, આગામી 21 દિવસ માટે દેશ આખો બંધ રહેશે, ભારતમાં કોરોના વાઇરસના 500 કરતા વધુ કેસ સામે આવ્યાં છે અને 11 લોકોના મોત થઇ ગયા છે, કોરોનાથી ભારતને બચાવવા આ મહત્વનો નિર્ણય કરાયો છે, જેથી હવે તમે જ્યાં છો ત્યાં જ તમારે રહેવું પડશે, ભારત સંપૂર્ણ બંધ રહેશે. 

પીએમ મોદીએ કહ્યું કે કોઇ પણ વ્યક્તિએ બહાર નીકળવાની જરૂર નથી, તમે 21 દિવસ સુધી ઘરમાં જ રહો, 14 એપ્રિલ સુધી તમારે ઘરોમાં જ રહેવું પડશે, કોરોના વાઇરસને રોકવા આ સૌથી મોટો નિર્ણય કરાયો છે. 

મોદીએ કહ્યું કે જાન હે તો જહાન હે, માટે જનતાએ એક થઇને કોરોના વાઇરસ સામે લડત આપવાની છે, મોદીએ સ્પેન, ઇટાલી અને અન્ય દેશોમાં કોરોનાએ ફેલાવેલા હાહાકારનું ઉદાહરણ આપીને તેની ગંભીરતા સમજાવી, કહ્યું કે લોકડાઉનથી દેશને કરોડો રૂપિયાનું નુકસાન થશે, પરંતુ નાગરિકોના સ્વાસ્થ માટે લોકડાઉન જરૂરી છે.

મેડિકલ ક્ષેત્ર અને અન્ય વ્યવસ્થા માટે મોદી સરકારે 15 હજાર કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે, મોદીએ રાજ્ય સરકારોનો લોકડાઉનનો અમલ કરાવવા અપીલ કરી છે, સાથે જ કહ્યું છે કે દરેક રાજ્યો નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપે.

પીએમ મોદીએ કહ્યુ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ રહેશે, પરંતુ કામ વગર લોકોએ રોડ પર નીકળવાનું નથી, કારણ કે જો નાગરિકો 21 દિવસ સંભાળીને ઘરમાં રહેશે તો કોરોના વાઇરસની સંક્રમણ સાયકલ તૂટશે, કારણ કે 21 દિવસમાં તેની સાયકલ તૂટી જાય છે, અને કોરોના વાઇરસ નાબૂદ થાય છે, આ કડક નિર્ણય જો લેવામાં ન આવે તો દેશના લાખો નાગરિકો પર કોરોનાનો ખતરો છે. મોદીએ કહ્યું કે તમારે ભૂલી જવું જોઇએ કે બહાર નીકળવાનું કેવું હોય ?

મોદીએ કહ્યું કે તમે કોઇ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપશો અને ઘરોમાં જ રહીને કોરોના સામે લડવામાં ફાળો આપજો, તેમને મીડિયાકર્મીઓ, ડોક્ટરો, હોસ્પિટલ સ્ટાફ અને પોલીસકર્મીઓનો આભાર માન્યો કે જેઓ કોરોના સામેની લડાઇમાં એક્ટિવ છે. મોદીએ કહ્યું કે આ ધૈયની ઘડીએ તમે ઘરોમાં રહીને પ્રાર્થના કરો, હું એક પરિવારના સભ્યની જેમ તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે 21 દિવસ સુધી ઘરોમાં રહીને ભારતને બચાવો.

જો કે લોકડાઉન દરમિયાન મેડિકલ સેવાઓ જેવી કે હોસ્પિટલો, મેડિકલ સ્ટોર અને એમ્બ્યુલન્સ ચાલુ રહેશે, દૂધની દુકાનો, શાકભાજી અને કરિયાણું મળતા રહેશે, પેટ્રોલપંપ અને સીએેનજી પંપ ચાલુ રહેશે, ઇમરજન્સી સ્થિતીમાં તમે પોતાની કાર લઇને બહાર નીકળી શકશો. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch