Sun,05 May 2024,2:25 am
Print
header

શું પ્લેટલેટ્સની સંખ્યા ઘટી રહી છે ? તો આ સુપરફૂડને તમારા આહારમાં કરો સામેલ

ઝડપથી બદલાતા હવામાનને કારણે ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુના દર્દીઓના શરીરમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ વિશે જણાવીશું જે તમારા શરીરમાં પ્લેટલેટ્સ કાઉન્ટને વધારશે.

પપૈયા

પપૈયા સૌથી ઝડપથી પ્લેટલેટ્સ વધારે છે. પપૈયામાં વિટામીન સી અને એન્ઝાઇમ પેપેઈન મળી આવે છે. જેને કારણે પ્લેટલેટ્સ ઝડપથી વધે છે.

પાલક

તમારા આહારમાં પાલકનો સમાવેશ કરવાથી પ્લેટલેટ્સ કાઉન્ટ પણ ઝડપથી વધે છે. પાલકમાં વિટામિન K મળી આવે છે. આ સાથે પાલકમાં ઘણા એન્ટીઑકિસડન્ટો જોવા મળે છે,જે પ્લેટલેટ્સ કાઉન્ટ અને બ્લડ ફ્લો વધારવામાં મદદ કરે છે.

દાડમ

દાડમમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. તેની સાથે જ આવા ઘણા એન્ટીઓક્સીડેન્ટ પણ મળી આવે છે, જે શરીરમાં પ્લેટલેટ્સની માત્રા વધારવામાં મદદ કરે છે. આ સાથે તે શરીરને થતા અનેક નુકસાનને પણ રિપેર કરે છે.

કોળું

કોળાના બીજમાં મોટી માત્રામાં ઝીંક અને વિટામિન્સ જોવા મળે છે. તે બ્લડ પ્લેટલેટ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સાથે તે લોહીના ગંઠાઈ જવાને ઠીક કરવામાં પણ મદદ કરે છે.

એલોવેરા

એલોવેરામાં ઘણા ફાયદાકારક તત્વો જોવા મળે છે.તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝીંક, સોડિયમની સાથે કોપર, વિટામીન સી, વિટામીન ઈ અને વિટામીન બી પણ મળે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે તે પ્લેટલેટ્સ કાઉન્ટ વધારવામાં પણ મદદ કરે છે.

બીટરૂટ

બીટરૂટ એક એવી ખાદ્ય વસ્તુ છે જે ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં આયર્ન, ફોલિક એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે લાલ રક્તકણો અને પ્લેટલેટ્સ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.

નારિયેળ પાણી

પ્લેટલેટ્સ કાઉન્ટ વધારવા માટે નારિયેળ પાણી શ્રેષ્ઠ ઉપાય છે. પ્લેટલેટ્સ વધારવાની સાથે નાળિયેર પાણી પીવાથી શરીરમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો પણ વધે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar