Sat,27 April 2024,2:23 am
Print
header

પાનકાર્ડ- આધારકાર્ડ લિંક કરવાને લઇને સૌથી મોટા સમાચાર, સમય મર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કરી દીધો છે, 31 માર્ચની જગ્યાએ હવે ત્રણ મહિનાનો વધુ સમય મળ્યો છે, તારીખ 30 જૂન 2023 સુધી તમે પાન-આધાર કાર્ડ લિંક કરી શકો છો. આ નિર્ણયથી કરોડો લોકોને મોટી રાહત મળી છે. આધાર અને પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, જે મુદત વધારીને 30 જૂન 2023 કરી છે. લોકોને બંન્ને દસ્તાવેજો જોડવા માટે મોટી તકલીફ પડી રહી હતી. જેને કારણે આ બન્ને દસ્તાવેજોના જોડાણ માટે 3 મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો છે.

આ માટે સરકારે 1 હજાર રુપિયાની ફી નક્કી કરી હતી.31 માર્ચ 2023 પછી આધાર-પાન લિંક માટે 10,000 રુપિયાનો દંડ પણ હતો, જો કે હવે લોકોને ત્રણ મહિનાનો વધુ સમય મળી ગયો છે. જે સમયમાં તમે આધાર-પાનકાર્ડ લિંક કરી શકો છો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch