Fri,26 April 2024,10:58 am
Print
header

પાકિસ્તાનના કવેટામાં મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટમાં 15નાં મોત, 20 ઘાયલ

બલુચિસ્તાન: પાકિસ્તાનમાં ફરીથી આતંકવાદીઓએ મોટો હુમલો કર્યો છે.બલુચિસ્તાનના ક્વેટાના ઘૌસાબાદમાં શુક્રવારની નમાઝ પછી મસ્જીદમાં જ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 15 લોકોનાં ત્યાં જ મોત થઇ ગયા છે, 20 લોકો ઘાયલ થયા છે, હુમલામાં એક પોલીસ અધિકારીનું પણ મોત થઇ ગયું છે, સ્થાનિક પોલીસ દ્વારા બચાવ કામગીરી ચાલુ કરીને ઘાયલોને જુદી જુદી હોસ્પિટલમાં ખસેડાયા છે.

પાકિસ્તાની સેના દ્વારા મસ્જિદની આસપાસના વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. હજુ સુધી કોઇ આતંકવાદી સંગઠને બ્લાસ્ટની જવાબદારી લીધી નથી.બીજી તરફ બલુચિસ્તાનના મુખ્યમંત્રી જે.કમાલખાને બોમ્બ બ્લાસ્ટની નીંદા કરીને કહ્યું છે કે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે, તેમને બક્ષવામાં આવશે નહીં, નોંધનિય છે કે આ વિસ્તારમાં પહેલા પણ આતંકવાદી હુમલા કરવામાં આવ્યાં હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar