Sat,04 May 2024,2:54 pm
Print
header

પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામો જાહેર ન થતા હોબાળો, ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓ ઉતર્યાં રસ્તાઓ પર

ઈસ્લામાબાદ: ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ચૂંટણી પંચને મધ્યરાત્રિ સુધીમાં સામાન્ય ચૂંટણીના સંપૂર્ણ પરિણામો જાહેર કરવા કહ્યું છે, અને વિરોધ પ્રદર્શનનો પણ શરૂ થઇ ગયા છે. પૂર્વ પીએમ ઇમરાન ખાનની પાર્ટીએ દાવો કર્યો હતો કે તે કેન્દ્રમાં તેમજ પંજાબ અને ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં તેઓ સરકાર બનાવશે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ ગુરુવારની ચૂંટણીમાં નેશનલ એસેમ્બલીમાં સૌથી વધુ બેઠકો જીતી હતી.

મતદાનના બે દિવસ બાદ પણ તમામ બેઠકોના પરિણામો જાહેર થયા નથી અને એવું લાગી રહ્યું છે કે દેશ ત્રિશંકુ સંસદ અથવા ગઠબંધન સરકાર તરફ આગળ વધી રહ્યો છે.

પીટીઆઈના વડા ગૌહર અલી ખાને પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)ને મધ્યરાત્રિ સુધીમાં તમામ બેઠકોના પરિણામો જાહેર કરવા માંગ કરી છે. જો પરિણામો ઝડપથી નહીં આવે તો અહીં સ્થિતી ભયાનક બની શકે છે. તેમણે કહ્યું કે જો પરિણામોમાં વિલંબ થશે તો પીટીઆઈ સમર્થકો રિટર્નિંગ ઓફિસર્સ (આરઓ)ની ઓફિસની બહાર પણ વિરોધ પ્રદર્શન કરશે.

ખાને કહ્યું કે તેમની પાર્ટીએ 170 બેઠકો જીતી છે, તેમાં તે બેઠકોનો સમાવેશ થાય છે જેના પર પીટીઆઈને પહેલાથી જ વિજેતા જાહેર કરવામાં આવી હતી. તેમની પાર્ટી કેન્દ્ર તેમજ પંજાબ અને ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં સરકાર બનાવશે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પીટીઆઈ પાસે મતદાન મથકોના ફોર્મ 45 પુરાવા છે, જે દર્શાવે છે કે પાર્ટી સમર્થિત ઉમેદવારો જીત્યાં હતા, પરંતુ રિટર્નિંગ ઓફિસરે તેમને હારેલા જાહેર કર્યાં હતા.

ખાને કહ્યું કે સંસ્થાઓ તેમજ ન્યાયતંત્રને અપીલ કરી કે તેઓ લોકોના નિર્ણયને સ્વીકારે, જેમણે પીટીઆઈના સૂત્ર "ગુલામી અસ્વીકાર્ય" માટે મત આપ્યો હતો. અર્થતંત્ર અને દેશ આ આદેશને નકારી શકે તેમ નથી,

ઈમરાન ખાનને દોષિત ઠેરવ્યાં બાદ ગૌહર ખાન પીટીઆઈના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાં હતા.ગૌહર ખાન, ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના બેરિસ્ટર મુશ્કેલ સમયે પક્ષનું નેતૃત્વ કરી રહ્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch