Fri,26 April 2024,6:49 pm
Print
header

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સામે બળવાના એંધાણ, સેના પ્રમુખે વેપારીઓ સાથે બેઠક કરતા રાજકીય ચર્ચાઓ

રાવલપિંડી: પાકિસ્તાન એક તરફ ભયંકર આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ કાશ્મીરને લઇને દુનિયાભરમાં ઇમરાન સરકારની ટીકા થઇ રહી છે, ત્યારે આ બધાની વચ્ચે હવે ઇમરાન ખાન સામે બળવાના એંધાણ દેખાઇ રહી છે, સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ રાવલપિંડીમાં આર્થિક ચિંતાઓને લઇને વેપારીઓ સાથે બેઠક યોજી હતી, આ કામ ઇમરાન ખાન સરકારનું છે પરંતુ સેનાએ હવે તેમાં રસ દાખવતા ચર્ચાઓ થઇ રહી છે કે પાકિસ્તાનમાં ટૂંક સમયમાં જ સેનાનું શાસન હશે, પાકિસ્તાની સેના વડાપ્રધાન ઇમરાન ખાનથી નારાજ છે અને હવે સેના જાતે જ ઇમરાનને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કરી રહી છે, એક રીતે બાજવાએ દેશમાં નવાજૂની કરતા પહેલા વેપારીઓને વિશ્વાસમાં લીધા છે.

બાલાકોટ એરસ્ટ્રાઇક પછી પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયથી બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ વધુ વધારવાનો એક પત્ર જાહેર કરાયો હતો, તેમાં પણ ઇમરાન ખાનની સહમતિ ન હોવાનું સામે આવ્યું હતુ અને બાજવાએ જાતે જ આ નિર્ણય કર્યાનું ચર્ચાતુ હતુ, નોંધનિય છે કે કાશ્મીર મામલે ઇમરાન ખાને વિરોધી પાર્ટીઓ અને દેશની જનતાના રોષનો સામનો કરવો પડી રહ્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch