Fri,26 April 2024,7:59 pm
Print
header

કાશ્મીર મામલે ઇમરાનખાને અમેરિકી પ્રમુખ ટ્રમ્પને કરી ભારતની ફરિયાદ, ટેલિફોન કરીને સગયોગ માંગ્યો

જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન દુનિયાભરમાં ભારતને બદનામ કરી રહ્યાં છે, ચીન સાથે મળીને યુનોમાં ભારતની વિરુદ્ધ ગયા અને હવે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ટેલિફોન કરીને તેમને કાશ્મીર મુદ્દે 20 મીનિટ સુધી ચર્ચા કરી છે, અને ભારતના કાશ્મીર પરના પગલાને ખતરનાક ગણાવીને સહયોગ માંગ્યો છે, પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જણાવ્યું કે ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકને લઈને ટ્રમ્પને વિશ્વાસમાં લીધા છે. અને અન્ય દેશોનો પણ તેઓ સંપર્ક કરી રહ્યાં છે.

જો કે અગાઉ ટ્રમ્પે કહ્યું હતુ કે કાશ્મીરનો મામલો ભારત-પાકિસ્તાનનો છે, જેથી બંને દેશના વડા ઇચ્છે તો જ તેઓ તેમાં દખલ ગીરી કરશે, બીજી તરફ ઇમરાન ખાન કોઇને કોઇ રીતે ભારતને ધમકી આપી રહ્યાં છે, સામે ભારત પણ કોઇ પણ પ્રકારની સ્થિતિ માટે તૈનાત છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch