Fri,26 April 2024,1:25 pm
Print
header

લોકસભામાં OBC સંબંધીત 127મું બંધારણ સુધારણા બિલ રજૂ, કૉંગ્રેસે કહ્યું આ રાષ્ટ્રીય હિતનો મુદ્દો, અમે સાથે છીએ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકસભામાં સંવિધાન સંશોધન બિલ રજૂ કર્યું છે જેના દ્વારા રાજ્ય સરકારોને પોતાનું ઓબીસી લિસ્ટ બનાવવાનો હક મળશે. લોકસભામાં કેન્દ્રીય મંત્રી ડો.વિરેન્દ્ર કુમારે 127મું સંવિધાન સંશોધન બિલ રજૂ કર્યું છે.

127માં સંવિધાન સંશોધન બિલ પર કોંગ્રેસ સહિત 15 વિપક્ષી દળોએ સમર્થન કર્યું છે. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કે ઓબીસી સૂચિમાં નામ જોડવાનો અધિકાર રાજ્યોને આપવનારા બિલનું તમામ વિપક્ષી દળ સમર્થન કરશે. અમે આ સુધારા બિલને ટેકો આપીશું. અમારી માંગણી છે કે આ બિલ રજૂ કરવામાં આવે અને તે જ સમયે ચર્ચા કરીને પાસ કરવામાં આવે.

શું છે આ 127મું સંવિધાન સંશોધન બિલ

આ 127મું સંવિધાન સંશોધન બિલ છે. જેને આર્ટિકલ 342એ(3) હેઠળ લાગુ કરવામાં આવશે. જેનાથી રાજ્ય સરકારોને એ અધિકાર મળશે કે તેઓ પોતાની રીતે ઓબીસી સમુદાયની યાદી તૈયાર કરી શકે. સંશોધન બિલ પાસ થયા બાદ રાજ્યોએ હવે આ માટે કેન્દ્ર પર નિર્ભર રહેવું પડશે નહીં. જેથી હવે સરકારી નોકરીઓ અને એડમિશનમાં આ બિલનો પ્રભાવ જોવા મળશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch