Mon,09 December 2024,12:46 am
Print
header

વડાપ્રધાન પદેથી મોદીએ રાષ્ટ્રપતિને આપ્યું રાજીનામું, 8 જૂને ત્રીજી વખત લઇ શકે છે વડાપ્રધાન પદની શપથ

રાષ્ટ્રપતિએ મોદીનું રાજીનામું સ્વીકારી લીધું

એનડીએ ત્રીજી વખત બનાવશે સરકાર

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતિ મળી છે અને હવે ફરીથી વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી જ આવી શકે છે, જે માટે શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, 8 જૂનના રોજ પીએમ મોદી તેમના મંત્રીમંડળ સાથે શપથ લઇ શકે છે. જેમાં અનેક મહેમાનો અને હસ્તીઓ ઉપસ્થિત રહી શકે છે.

એનડીએની બેઠક બાદ મોદી એનડીએના નેતાઓ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં હતા અને તેઓએ પીએમ પદેથી રાજીનામું આપ્યું હતુ અને રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું હતુ, હવે લોકસભા ભંગ થશે અને દેશમાં નવી સરકાર બનશે.

બીજી તરફ આજે ઇન્ડિયા ગઠબંધન પણ બેઠક કરી રહ્યું છે, જ્યાં સરકાર બનાવવાની શક્યતાઓ અને આગામી રણનીતિ વિશે ચર્ચાઓ થશે, આ બેઠકમાં રાહુલ ગાંધી, ખડગે, શરદ પવાર સહિતના અનેક નેતાઓ હાજર રહેશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch