Thu,25 April 2024,11:29 pm
Print
header

DRI એ વધુ એક ગોરખધંધાનો કર્યો પર્દાફાશ, મુદ્રા સેઝમાંથી કરોડો રૂપિયાનો સોપારીનો જથ્થો કર્યો જપ્ત

પ્રતિકાત્મક ફોટો 

ગાંધીધામઃ મુદ્રા સેઝ પર વધુ એક ગોરખધંધાનો પર્દાફાશ કરાયો છે, ડીઆરઆઇએ ગેરકાયદેસર ઉતારવામાં આવી રહેલી સોપારીના જથ્થાને જપ્ત કરી લીધો છે, ખજૂરનું ડિક્લેરેશન કરીને તેની જગ્યાએ સોપારી મંગાવવામાં આવી હતી, જેના પર ઉંચો ટેક્સ હોવાથી માફિયાઓ બીજી વસ્તુની આડમાં આ ધંધા કરી રહ્યાં છે. 

મોડી રાત્રે ડીઆરઆઇની ટીમ ત્યારે જ અહીં પહોંચી ગઇ હતી જ્યારે સોપારીનો જથ્થો કન્ટેનરમાંથી ઉતારવામાં આવી રહ્યો હતો અને તે જ સમયે 54 મેટ્રિક ટન સોપારી પકડાઇ હતી, જેની કિંમત અંદાજે 7 કરોડ રૂપિયા જેટલી થાય છે. કન્ટનરમાં થોડો ખજૂરનો જથ્થો હતો અને વચ્ચે સોપારી છુપાવવામાં આવી હતી.

આ વેરહાઉસમાં સોપારી ઝડપાયા પછી સામે આવ્યું છે કે આ કેન્ટેનરનો આયાતકાર મુંબઇનો છે. હાલમાં તપાસ થઇ રહી છે કે આ લોકોએ પહેલા પણ આવી રીતે વિદેશથી સોપારી મંગાવી હતી કે કેમ, નોંધનિય છે કે થોડા સમય પહેલા પણ કચ્છમાંથી સોપારીના ટ્રક પકડી પાડવામાં આવ્યાં હતા, જે સોપારી ગેરકાયદેસર રીતે લાવવામાં આવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch