Fri,26 April 2024,12:08 pm
Print
header

MCX વિક્લી માર્કેટ રિપોર્ટ, સોના-ચાંદીના વાયદાના ભાવમાં થોડી વધઘટ, ક્રૂડ તેલમાં વૃદ્ધિ

કોટનના વાયદાના ભાવમાં ગાંસડી દીઠ રૂ.680નો કડાકો

સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારો, રબર, કપાસ ઢીલાઃ બુલડેક્સ 

ફ્યૂચર્સમાં 251 પોઈન્ટ અને મેટલડેક્સ, ફ્યૂચર્સમાં 325 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન 19,67,251 સોદાઓમાં કુલ રૂ.1,50,426.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.246 ઘટવા સામે ચાંદીના વાયદામાં કિલોદીઠ રૂ.625 ઊછળ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એલ્યુમિનિયમ, નિકલ અને સીસું સુધર્યાં હતાં, તાંબુ અને જસત ઢીલાં બંધ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને તેજ હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં 76,425 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ગાંસડી દીઠ રૂ.680નો કડાકો બોલાયો હતો. કપાસ અને રબર પણ ઘટી આવ્યાં હતા, સીપીઓ અને મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 251 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 325 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

ભારતમાં આયાત થતાં સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યૂટીની ગણતરી માટે બેન્ચમાર્ક તરીકે ઉપયોગ કરાતી ટેરિફ વેલ્યૂમાં સરકારે વધારો કર્યાંના સમાચાર મળ્યા હતા. સરકારે ડોલરના સંદર્ભમાં સોનાની ટેરિફ વેલ્યૂ 10 ગ્રામદીઠ વધારીને 579 ડોલર અને ચાંદીની ટેરિફ વેલ્યૂ વધારીને 765 ડોલર કરી હોવાના સમાચાર હતા. સપ્તાહના અંતે અમેરિકામાં ખાનગી ક્ષેત્રના જોબગ્રોથના ડેટા 3,74,000 આવ્યાંના સમાચાર હતા. ઘરેલૂ બજારમાં અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ 99.50ના રૂ.48,700 અને 99.90ના રૂ.48,900 બોલાતો હતો, અમદાવાદ ખાતે હાજર બજારમાં ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.64,500 રહ્યાંના સમાચાર હતા.

વાયદા બજારમાં સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,85,422 સોદાઓમાં કુલ રૂ.45,892.24 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,300ના ભાવે ખૂલીને સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,582 અને નીચામાં રૂ.46,776 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.246 ઘટી રૂ.46,991ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.119 ઘટીને રૂ.37,869 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.4,707ના ભાવે બંધ થયો હતો.સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,312ના ભાવે ખૂલી, રૂ.115 ઘટી રૂ.47,048ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.62,830 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,900 અને નીચામાં રૂ.62,422 સુધી જઈ સપ્તાહનાં અંતે રૂ.625 વધી રૂ.63,348 બંધ થયો હતો.ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.24 ઘટીને રૂ.63,543 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.16 ઘટી રૂ.63,553 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 1,23,720 સોદાઓમાં રૂ.22,095.03 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.40 વધી રૂ.212.40 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.75 ઘટી રૂ.244ના ભાવે બંધ થયો હતો. તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.05 ઘટીને રૂ.712.05 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.28.6 વધી રૂ.1,439.30 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4 વધી રૂ.181ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 6,93,999 સોદાઓમાં કુલ રૂ.52,712.63 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,059ના ભાવે ખૂલીને સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,159 અને નીચામાં રૂ.4,911 સુધી જઈને સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.92 વધી રૂ.5,136 બોલાયો હતો, નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂ દીઠ રૂપિયા 28.20 વધીને રૂપિયા 340.70 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 9,602 સોદાઓમાં રૂ.1,244.98 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,418.50ના ભાવે ખૂલીને સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂપિયા 1435 અને નીચામાં રૂ.1393.50 સુધી જઈને  સપ્તાહનાં અંતે રૂ.28.50 ઘટીને રૂ.1,398.50 બંધ થયો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,069ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.18,300 અને નીચામાં રૂ.17,750 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.136 ઘટી રૂ.17,868ના ભાવે બંધ થયો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,143ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1159.70 અને નીચામાં રૂ.1125.40 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.12 વધી રૂ.1154.50 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.70 વધી રૂ.946.70 અને એમસીએક્સ કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.680 ઘટી રૂ.25,450 બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,52,776 સોદાઓમાં રૂ.20,419.22 કરોડનાં 43,275.056 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 6,32,646 સોદાઓમાં કુલ રૂ.25,473.02 કરોડનાં 4,003.921 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.2,204.36 કરોડનાં 1,04,120 ટન, જસતના વાયદાઓમાં રૂ.1,900.17 કરોડનાં 77,615 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.10,129.55 કરોડનાં 1,41,512.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.6,833 કરોડનાં 47,665.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,027.95 કરોડનાં 57,200 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,61,624 સોદાઓમાં રૂ.13,633.16 કરોડનાં 2,70,82,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 5,32,375 સોદાઓમાં રૂ.39,079.47 કરોડનાં 1,20,33,48,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 28 સોદાઓમાં રૂ.0.87 કરોડનાં 124 ટન અને કોટનના વાયદાઓમાં 2,379 સોદાઓમાં રૂ.195.50 કરોડનાં 76425 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 427 સોદાઓમાં રૂ.18.65 કરોડનાં 199.08 ટન, રબરના વાયદાઓમાં 110 સોદાઓમાં રૂ.2.02 કરોડનાં 112 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 6,658 સોદાઓમાં રૂ.1,027.94 કરોડનાં 89,990 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,033.132 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 552.236 ટન, એલ્યુમિનિયમમાં 9,575 ટન, જસત વાયદામાં 5,565 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,032.500 ટન, નિકલ વાયદામાં 2,7180 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,045 ટન, ક્રૂડ તેલમાં 6,34,500 બેરલ અને નેચરલ ગેસમાં 2,63,71,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 176 ટન, કોટનમાં 46425 ગાંસડી, મેન્થા તેલમાં 467.64 ટન, રબરમાં 74 ટન, સીપીઓમાં 51,730 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યૂચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 16,494 સોદાઓમાં રૂ.1,319.34 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 9,660 સોદાઓમાં રૂ.746.99 કરોડનાં 10,542 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 6,834 સોદાઓમાં રૂ.572.35 કરોડનાં 7,330 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 2,133 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 772 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,216ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,300 અને નીચામાં 14,049ના સ્તરને સ્પર્શી, 251 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 57 પોઈન્ટ ઘટી 14,109ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,510ના સ્તરે ખૂલી, 325 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 83 પોઈન્ટ વધી 15,612ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 3,38,014 સોદાઓમાં રૂ.27,162.44 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,635.94 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.219.73 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.23,300.21 કરોડનાં કામકાજ થયાં હતાં.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch