Sat,27 April 2024,7:53 am
Print
header

L.G હોસ્પિટલના દર્દીઓ માટે મ્યુકરમાઇકોસિસના 1200 ઇન્જેક્શન ઉપલબ્ધ કરાયા

અમદાવાદઃ કોરોના વાઇરસ પછી હવે મ્યુકરમાઇકોસિસની બિમારીએ લોકોમાં ડર ઉભો કરી દીધો છે એક પછી એક નવા કેસ આવી રહ્યાં છે એક અંદાજ મુજબ માત્ર અમદાવાદમાં જ આ બિમારીના દિવસના 30 જેટલા કેસ આવી રહ્યાં છે, ગુજરાતમાં અંદાજે 2000 કેસ છે અને તેના ઇન્જેક્શનની અછત પણ દેખાઇ રહી છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકારે આ મહામારીનો સામનો કરવા તૈયારીઓ કરી છે જેમાં શહેરની એલ જી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સારવાર માટે ખાસ વોર્ડ તૈયાર કરાયા છે અને આ વોર્ડ ટૂંક સમયમાં જ હાઉસફૂલ થઇ શકે છે.

એલ જી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ઇન્જેક્શનના અભાવે મુશ્કેલી પડતી હતી. તબીબો દ્વારા બહારથી ઇન્જેક્શન લખી દેવામાં આવતા હતા, જેથી દર્દીઓને મુશ્કેલી આવી રહી હતી, જો કે હવે એલ જી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે 1200 ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. જો કે ખાનગી હોસ્પિટલોમાં આ ઇન્જેક્શનનો જથ્થો ન હોવાથી જે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં છે તેમને મુશ્કેલી આવી શકે છે.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch