Fri,26 April 2024,3:30 pm
Print
header

મંકીપોક્સના બદલાતા લક્ષણો, યુકેમાં દર્દીઓના પ્રાઈવેટ ભાગમાં જોવા મળ્યાં ઘા- Gujarat Post

બ્રિટનઃ કોરોના વાયરસની જેમ મંકીપોક્સ પણ તેના લક્ષણો બદલી રહ્યો છે. પ્રતિષ્ઠિત સંશોધન જર્નલ લેન્સેટના તાજેતરના અહેવાલ અનુસાર બ્રિટનમાં મંકીપોક્સના દર્દીઓના પ્રાઈવેટ પાર્ટમાં ઘા જોવા મળ્યાં છે. ભૂતકાળમાં વિશ્વમાં જોવા મળતા મંકીપોક્સના લક્ષણો કરતાં આ અલગ છે. ધ લેન્સેટ ચેપી રોગ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.સંશોધકોએ આ રિપોર્ટ લંડનના વિવિધ સેક્સ્યુઅલ હેલ્થ ક્લિનિક્સમાં પહોંચેલા 54 દર્દીઓને આધારે તૈયાર કર્યો છે. આ દર્દીઓને આ વર્ષે મે મહિનામાં 12 દિવસ દરમિયાન મંકીપોક્સ માટે સારવાર આપવામાં આવી હતી.

સંશોધનમાં જણાવાયું કે દર્દીઓના આ જૂથમાં સામેલ દર્દીઓમાં જનનાંગ અને ગુદાની આસપાસની ત્વચા પર ચાંદા જોવા મળ્યાં હતા. અગાઉના અભ્યાસમાં મંકીપોક્સના દર્દીઓની તુલનામાં, આ દર્દીઓમાં થાક અને તાવ જેવા ઓછા લક્ષણો જોવા મળ્યાં હતા. સંશોધકોએ લંડનમાં ચાર સેક્સ્યુઅલ હેલ્થ ક્લિનિક્સમાંથી મંકીપોક્સના દર્દીઓનો ડેટા એકત્રિત કર્યો હતો. તેઓએ દર્દીના પ્રવાસના ઇતિહાસ, જાતીય સંપર્કની માહિતી, લક્ષણો અને સારવારના ડેટાના અભ્યાસના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

ઉપરોક્ત તારણોને આધારે, સંશોધકોએ સૂચવ્યું કે મંકીપોક્સના દર્દીઓને ઓળખવા માટે રોગના સંભવિત લક્ષણોની સમીક્ષા કરવી જોઈએ.તેઓએ એવું પણ અનુમાન લગાવ્યું કે મંકીપોક્સના દર્દીઓમાં જનનાંગની ચામડીના જખમની સંખ્યામાં વધારો થઈ શકે છે,તેનાથી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપની સંખ્યામાં વધારો થઈ શકે છે. તેનો અર્થ એ છે કે જાતીય આરોગ્ય કેન્દ્રો અથવા જાતીય આરોગ્ય ક્લિનિક્સ ભવિષ્યમાં મંકીપોક્સના વધુ કેસ જોઈ શકે છે.

સંશોધકોએ આ સ્થિતિઓનો સામનો કરવા વધારાના સંસાધનોની વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું છે. યુકેની ચેલ્સી અને વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના નિકોલો ગિરોમેટીએ જણાવ્યું કે યુકે સહિત ઘણા દેશોમાં સેક્સ ક્લિનિક્સની મુલાકાત લેતા દર્દીઓમાં મંકીપોક્સના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch