Fri,26 April 2024,11:07 am
Print
header

મેહુલ ચોકસીએ ગર્લફ્રેન્ડ સાથે પણ કરી છેતરપિંડી, ગિફ્ટમાં આપ્યાં હતા નકલી ડાયમંડ

એન્ટીગુઆઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડનો આરોપી મેહુલ ચોકસીની ડોમેનિકામાંથી ગત મહિને ધરપકડ થઈ હતી. મે મહિનાના અંતમાં એન્ટીગુઆથી ફરાર થયેલો ચોકસી ડોમેનિકાથી પકડાયો છે અને તેને ભારત લાવવા પ્રયાસ તેજ બની રહ્યાં છે આ બધા વચ્ચે એક બારબરા જરાબિકા નામની યુવતીનો ઉલ્લેખ થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે મેહુલ ચોકસી તેની ગર્લફ્રેન્ડ બારબરા જરાબિકાને મળવા એન્ટીગુઆથી ડોમેનિકા ગયો હતો હવે બારબરાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતાં તેણે કહ્યું હું મેહુલ ચોકસીની ફ્રેન્ડ હતી. તે મને મળ્યો ત્યારે પોતાનું નામ રાજ જણાવ્યું હતું. બારબરાએ કહ્યું મેહુલ ચોકસીએ ગત વર્ષે મુલાકાત દરમિયાન વાત કરી હતી. તેણે ધીમે ધીમે મિત્રતા વધારી હતી બાદમાં ફલર્ટ કર્યું હતુ જે બાદ તેણે ડાયમંડ બ્રેસલેટ ગિફ્ટ કર્યું હતું પરંતુ તે નકલી નીકળ્યું હતું.

મેહુલ ચોકસી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને તેણે કહ્યું કે તેની સાથે મારે કોઈ લેવા દેવા નથી. જ્યારેથી આ વિવાદ થયો છે ત્યારથી તેનો પરિવાર તણાવમાં છે. બારબરાએ એક વોટ્સએપ ચેટ પણ બહાર પાડ્યું છે. જેમાં મેહુલ ચોકસીનો નંબર રાજ ન્યૂથી સેવ કરવામાં આવ્યો છે. ચેટમાં મેહુલ તેને મનાવવાની કોશિશ કરી રહ્યો છે. મેહુલ ચોકસીએ બારબરા તેમની પડોશમાં રહેતી હોવાનો દાવો કર્યો છે. બંને સાથે વોક પર જતા હતા. ત્યારે પીએનબી પછી હવે ચોકસીએ તેની ગર્લફ્રેન્ડને પણ છેતરી છે. 

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch