Fri,26 April 2024,6:28 am
Print
header

ખુંખાર આતંકી સંગઠન ISએ લંડન બ્રિજ પર હુમલાની જવાબદારી સ્વીકારી, વધુ હુમલાની ધમકી આપી

લંડન: લંડનબ્રિજ પર થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે(IS) સ્વીકારી છે, જેમાં 2 નાગરિકોના મોત થયા છે, પાંચ લોકો ઘાયલ થયા છે, હુમલાખોર આતંકવાદી ઉસ્માનખાન મૂળ પાકિસ્તાનનો હતો, 2012ના હુમલા પછી તે જેલમાં હતો, પરંતુ 2018માં કોર્ટમાંથી જામીન મળતા તે બહાર આવ્યો હતો, તેને લંડન બ્રિજ પર ચાકુથી હુમલો કર્યો હતો, જો કે પોલીસે તેને મીનિટોમાં જ ઠાર કરી દીધો હતો, ઉસ્માન એ જ શખ્સ છે જેને અગાઉ જમ્મુ-કાશ્મીરમાં હુમલાનું ષડયંત્ર કર્યું હતુ.
 
ઇસ્લામિક સ્ટેટે જણાવ્યું છે કે અમારા જેહાદી ગ્રુપ સામે લડનારા દેશોને અમે ટાર્ગેટ કરતા રહીશું અને તમે જોતા રહી જશો, મૃતક આતંકી ઉસ્માન ખાન પણ તેમના જ આતંકી સંગઠન આઇએસનો સભ્ય હોવાનું સામે આવ્યું છે, તે બ્રિટિશ સંસદ પર હુમલો કરવાની ફિરાકમાં હતો, છેલ્લા ઘણા સમયથી તેનું પ્લાનિંગ કરાયું હતુ, પરંતુ તે નિષ્ફળ રહ્યો છે. લંડન પોલીસ અને તપાસ એજન્સીઓએ આ હુમલા પછી લંડનમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે, આતંકી ગતિવિધીઓ સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch