Fri,20 September 2024,11:47 am
Print
header

લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post

બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાતેય તબક્કા 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે

મધ્ય પ્રદેશમાં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે અને 13 મેના રોજ મતદાન થશે

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે. ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પક્ષો ઉમેદવાર જાહેર કરી રહ્યાં છે. આ દરમિયાન ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.

બિહારમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટીના વડા જેપી નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, વિનોદ તાવડે, સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, ગિરિરાજ સિંહ, નિત્યાનંદ રાય, અશ્વિની કુમાર ચૌબે, સુશીલ કુમાર મોદી સિવાય અન્ય ઘણા નામ છે.

મધ્ય પ્રદેશમાં પીએમ મોદી, પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી, શિવ પ્રકાશ, સીએમ મોહન યાદવ, વીડી શર્મા, શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ઘણા નેતાઓ મોરચો સંભાળશે.

મમતા બેનરજીના ગઢ એવા પ.બંગાળમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં ભાજપે પીએમ મોદી, પાર્ટી ચીફ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, માણિક સાહા, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, શુભેન્દુ અધિકારી, મુખ્તાર અબ્બાસ નકવી સહિત ઘણા નેતાને મેદાનમાં ઉતાર્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch