Sat,27 April 2024,12:13 am
Print
header

રાજકોટ: ડુંગળીની આડમાં દારૂની હેરાફેરી, 101 પેટી દારૂ સાથે 2 આરોપીઓની ધરપકડ

રાજકોટ: કોરોનાને (Corona virus) કારણે અનેક લોકોના વેપાર-ધંધા ભાંગી પડ્યા છે લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેથી પૈસા માટે લોકો ગુનાહિત કૃત્યો કરી રહ્યાં છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા રાજકોટ મોરબી હાઇવે પરની મારવાડી કોલેજ  સામેથી વિદેશી દારૂનો જથ્થો (Liquor caught) 101 પેટી સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલે જણાવ્યું કે, પીએસઆઇ અસલમ અન્સારી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, મારવાડી કોલેજ પાસેથી દારૂ ભરેલી એક બોલેરો કાર પસાર થવાની છે. જે આ બાબતની મળેલી ચોક્કસ બાતમીને આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની બે જેટલી ટુકડીઓ બે જુદી જુદી ખાનગી કારમાં વોચમાં હતી. બોલેરો કાર ત્યાંથી પસાર થતા તેને કોર્ડન કરીને ચેક કરતા ડુંગળીની આડમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 1212 મળી આવી હતી જેની કિંમત 4,24,200 રૂપિયા જેટલી થાય છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બંને શખ્સોની પુછપરછ કરતા એક વ્યક્તિએ પોતાનું નામ બાલકૃષ્ણ મદ્રાસી હોવાનું જણાવ્યું હતું પોતે રેલવે સ્ટેશન પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે કે અન્ય આરોપીએ પોતાનું નામ મનીષ મનોજભાઈ જાખેલીયા હોવાનું જણાવ્યું હતું. જે શાકભાજી વેચવાનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દ્વારા ઈંગ્લીશ દારૂની બોટલો બોલેરો વાહન તેમજ મોબાઇલ ફોન સહિત કુલ 7 લાખ 25 હજાર 200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને આ લોકો કોઇ ધંધો ન હોવાથી દારુનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch