Fri,26 April 2024,8:32 pm
Print
header

GST વિભાગના 52 સ્થળોએ દરોડાથી ફફડાટ, કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ થશે ઉજાગર

અમદાવાદઃ રાજ્યમાં બોગસ બિલિંગનો ધંધો પુરજોશમાં ચાલી રહ્યો છે અને હવે સ્ટેટ જીએસટી વિભાગે નવા 52 સ્થળોએ દરોડો કર્યાં છે, જેમાં કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડ સામે આવશે, કચ્છના સામખિયારીમાં સળિયા બનાવતી ઇલેક્ટ્રોથર્મ કંપની પર દરોડા બાદ અન્ય 21 પેઢીઓના 52 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં છે, સતત ત્રીજા દિવસે જીએસટીની જુદી જુદી ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ગાંધીધામ, ભાવનગર સહિતના સ્થળો પર રેડ કરવામાં આવી છે.
 
તમામ સ્થળોથી જીએસટી વિભાગે દસ્તાવેજો અને કોમ્પ્યુટર ડેટા જપ્ત કર્યો છે, આ બધી કંપનીઓમાં માત્ર ખોટા બિલો બનાવીને બિઝનેસ થયો હોવાનું જાણવા મળ્યું છે, કૌભાંડીઓ દ્વારા કરોડો રૂપિયાની આઇટીસી લઇ લેવામાં આવી છે. 

આ પેઢીઓ પર દરોડા

ઇલેકટ્રોથર્મ (ઇન્ડિયા), અમદાવાદ, ગાંધીધામ
અમિતકુમાર એન્ડ, ગાંધીધામ
સી.કે.એન્ટરપ્રાઇઝ, ગાંધીધામ
હરિકૃષ્ણ ગ્લોબલ ટ્રેડ,ગાંધીધામ
સિધ્ધિ વિનાયક ટ્રેડર્સ, ગાંધીધામ
યદુ ઇમ્પેકસ પ્રા.લી, ગાંધીધામ
સાર્થક ઇન્ટરનેશનલ, ગાંધીધામ
હેન્સ સ્પીટ લિ, અંજાર
અમીર ટ્રેડર્સ, ભાવનગર
હદિદ ટ્રેડર્સ, ભાવનગર
બ્લ્યુસ્ટાર ટ્રેડિંગ, ભાવનગર
ચેતન સ્ક્રેપ, ભાવનગર
દુર્ગા સ્ટીલ, ભાવનગર
એચ.કે.મેટલ, ભાવનગર
મનંત ઇમ્પેક્સ, ભાવનગર
એન.જે એન્ડ કું, ભાવનગર
નૂર ટ્રેડર્સ, ભાવનગર
ઓશિયન સ્ટીલ વર્ક, ભાવનગર
ફોનેક્સ એન્ટરપ્રાઇઝ, ભાવનગર
સિમેફ કોર્પોરેશન, ભાવનગર
શિવમની એલોય, ભાવનગર

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar