Sat,27 April 2024,3:35 am
Print
header

કપડવંજના ઘડિયાના આર્મી જવાન સિક્કીમમાં શહીદ, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો- Gujarat Post

ખેડાઃ કપડવંજ તાલુકાના ઘડિયા ગામના આર્મી જવાન સિક્કીમમાં ફરજ દરમિયાન શહીદ થયા છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના બુધાભાઈ પરમારનાં બે સંતાનો પૈકી મોટા પુત્ર હિતેશ પરમાર (ઉં.વ 32) 2011માં આર્મીમાં ભરતી થયા હતા. તેમનું પહેલું પોસ્ટિંગ પંજાબમાં હતું. બાદમાં તેમણે દેશના વિવિધ સ્થળોએ ફરજ બજાવી છે. હાલ તેમનું ફરજ પરનું સ્થળ સિક્કિમ હતું, આ સ્થળે ભારે હિમ વર્ષા થવાને કારણે જવાનને અચાનક છાતીમાં દુખાવો થતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું.

જવાન હિતેશ પરમારના પરિવારમાં માતા-પિતા, ભાઈ-ભાભી, પત્ની અને અઢી વર્ષનો પુત્ર છે. આ પહેલાં હિતેશ પરમાર બે મહિના પૂર્વે વતન ઘડિયા આવ્યાં હતા અને બાદમાં તેઓ પરત ફર્યાં હતા.હિતેશભાઈ પરમારે બે દિવસ પહેલા તેમના પત્ની સાજનબેન સાથે ફોન પર વાતચીત કરીને ઘરના સભ્યોના ખબર-અંતર પૂછ્યાં હતા.

હિતેશ પરમારના પરિવારને આર્મી બ્રિગેડિયર તરફથી ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી.આ જાણ થતાની સાથે જ પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. શહીદ જવાનના મૃતદેહને ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ જવાનના મૃતદેહને વતન લાવવામાં આવ્યો હતો. હિતેશભાઈના પાર્થિવદેહને ગુરુવારે વતન ઘડિયા ગામે લાવવામાં આવતાં મોટા સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયાં હતાં. તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch