Fri,26 April 2024,3:18 pm
Print
header

આખરે UP પોલીસે વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરી નાખ્યું, પિસ્તલ છીનવીને ભાગ્યો હોવાનો દાવો

વહેલી સવારે 6.30 વાગ્યે કાનપુર નજીક એન્કાઉન્ટર 

કાનપુરઃ 8 પોલીસકર્મીઓની હત્યા કરનારા વિકાસ દુબે અને તેની ગેંગનો પોલીસે સફાયો કરી નાખ્યો છે, ગઇકાલે વિકાસ દુબેની ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરી લેવામાં આવી હતી, મધ્યપ્રદેશ પોલીસ પાસેથી તેને કાનપુર પોલીસ લઇને જઇ રહી હતી, ત્યારે વહેલી સવારે કાનપુરથી 17 કિ.મી દૂર પોલીસની ગાડી પલટી ગઇ હતી અને દુબે પોલીસની પિસ્તલ લઇને ભાગ્યો હોવાનો દાવો છે, ત્યારે જ પોલીસે તેનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતુ.

વહેલી સવારે 6.30 વાગ્યે પોલીસે દુબેને ઠાર કર્યો છે, તેને છાતીના અને કમરના ભાગ પર ગોળીઓ વાગી હતી. પોલીસે તેને સરન્ડર કરવા કહ્યું હતુ, પરંતુ દુબેએ ગોળીઓ ચલાવી હતી, જેમાં 3 પોલીસકર્મી ઘાયલ થયા છે, કાનપુરના બિકરુ ગામમાં દુબે અને તેના સાથીઓએ 8 પોલીસકર્મીઓનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતુ, જેમાં દુબેના 5 સાથીઓને પોલીસે ઠાર કરીને દુબેને પણ ઠાર કરી દીધો છે.

બીજી તરફ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે આ એન્કાઉન્ટર પર સવાલ ઉભા કરીને ભાજપ સરકારની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે અને આરોપીને રક્ષણ આપનારા સામે પગલા ભરવાની માંગ કરી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch