Mon,06 May 2024,8:48 pm
Print
header

IT ની રેડમાં મળી રૂ.16 કરોડની રોલ્સ રોયસ સહિત રૂ. 60 કરોડની અનેક કાર, નોટોનો ઢગલો અને કરોડો રૂપિયાની હેરાફેરીનાં પુરાવા

ઉત્તર પ્રદેશઃ ફરી એક વખત બ્લેકમનીને લઇને કાનપુરની ચર્ચાઓ થઇ રહી છે, થોડા સમય પહેલા ડીજીજીઆઈની રેડમાં કાનપુરથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી હતી અને ફરીથી શહેરમાં એક વેપારીને ત્યાં આઇટી વિભાગે દરોડા કર્યાં છે, જેમાં તમાકુના વેપારી પાસેથી 16 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ સહિતની 60 કરોડ રૂપિયાની લક્ઝુરિયર્સ કાર મળી આવી છે.

આ દરોડામાં આઇટીના અધિકારીઓ ત્યારે ચોંકી ગયા જ્યારે લક્ઝુરિયર્સ કાર ઉપરાંત અહીં નોટોનો ઢગ હતો, અહીંથી 4.50 કરોડ રૂપિયાથી રોકડ રકમ મળી આવી છે. બંસીધર તમાકુના 20 ઠેકાણાંઓ પર દરોડાની કાર્યવાહી કરાઇ રહી છે, જેમાં કાનપુર, દિલ્હી, મુંબઇ અને ગુજરાતમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આઇટીની તપાસમાં સામે આવ્યું છે કે કંપનીનું ટર્નઓવર 25 કરોડ બતાવ્યું છે, જે સાચું નથી, આ કંપની અંદાજે 150 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી રહી છે અને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી પણ કરી રહી છે.

બંસીધર ટોબેકો કંપનીના માલિક કે.કે.મિશ્રાના પુત્ર શિવમ મિશ્રા પાસેથી રોલ્ય રોયસ ઉપરાંત લેમ્બોર્ગિની, ફેરારી સહિતની કરોડો રૂપિયાની કાર મળી છે. જે ટેક્સ ચોરીના રૂપિયાથી ખરીદવામાં આવી હતી.

બંસીધર ટોબેકો જૂની અને જાણીતી કંપની છે, વર્ષોથી દેશના અનેક રાજ્યોમાં આ કંપની બિઝનેસ કરી રહી છે અને આઇટીને ટેક્સ ચોરીની માહિતી મળતા આ કાર્યવાહી કરી છે, આઇટીના અધિકારીઓને માલિકના બંગલો અને ઓફિસ સહિતના ઠેકાણાંઓ પરથી મહત્વના બિલ, બેંકના મોટા ટ્રાન્જેક્શન સહિતની મોટી માહિતી મળી છે, જેના પરથી નક્કિ છે કે આ કંપનીએ કરોડો રૂપિયાની ટેક્સચોરી કરીને સરકારને ચૂનો લગાવ્યો છે. આ મામલે હવે ઇન્કમટેક્સ વિભાગ મોટી કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં આ કંપની સાથે જોડાયેલી અન્ય મોટી કંપનીઓ પર પણ તવાઇ આવી શકે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch