Fri,26 April 2024,3:28 pm
Print
header

અફઘાનના 3 નાગરિકો પ્લેનના વિંગ પરથી નીચે પટકાયા, આ VIDEO જોઇને તમે હચમચી જશો

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબ્જો કર્યાં બાદ સ્થિતિ ખૂબ વણસી છે.  કાબુલ એરપોર્ટ પરથી અનેક ચોંકાવનારા વીડિયો વાયરલ થયા છે, લોકો પ્લેનમાં લટકીને જઈ રહ્યાં હોવાથી પ્લેન હવામાં પહોંચતા જ તે લોકો નીચે પટકાયા હતા. દેશ છોડીને જવા માટે લોકો પ્લેન પર જબરદસ્તી બેસીને સવાર થઇ ગયાં હતા. મળતી માહિતી મુજબ આ લોકો C-17 પ્લેન પર લટકીને કાબુલ છોડવાનો પ્રયાસ કરી રહ્યાં હતા.મીડિયા રિપોર્ટ મુજબ આ પ્લેનમાંથી ત્રણ લોકો નીચે પડ્યા છે. જેમાંથી બે લોકો રહેણાંક વિસ્તારમાં પડ્યા છે. 


રવિવારે કાબુલમાં તાલિબાનના પ્રવેશથી પહેલા જ રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીએ દેશ છોડી દીધો હતો. અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટ પર આજે સવારે થયેલા ફાયરિંગમાં 5 લોકોનાં મોત થયાં છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓનો એવો દાવો છે કે, એરપોર્ટ પર હજુ પણ ફાયરિંગ શરૂ છે. એરપોર્ટમાં ટર્મિનલ બિલ્ડિંગ પાસે માર્યા ગયેલા લોકોની લાશો પડી છે. અમેરિકાએ એરપોર્ટ અને આસપાસની સુરક્ષા વધારવા માટે હાલમાં ત્યાં 6 હજાર અમેરીકન સૈનિકોની તૈનાતીનો નિર્ણય લીધો છે. અમેરિકન નાગરીકો અને તેને મદદ કરનારા લોકોને સીધા અમેરિકા લાવવાનુ અભિયાન ચલાવાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch