Sat,27 April 2024,8:07 am
Print
header

જૂનાગઢઃ ભવનાથમાં બે સિંહોનો ગાયનું મારણ કરતો વીડિયો વાયરલ

જૂનાગઢઃ ઘણીવાર શહેરમાં ફરતા ફરતા સિંહો રસ્તા પર આવી જાય છે. આ વખતે જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સિંહો રસ્તા પર આવી ચઢ્યા હતા અને આ બે સિંહોએ ગાયનું મારણ કર્યું હતુ જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને કેટલાક રાહદારીઓએ પોતાના મોબાઇલમાં કેદ કરી નાખી હતી.આ વીડિયો ગઈકાલે રાતનો હોવાની શક્યતા છે.  

જૂનાગઢનો ભવનાથ વિસ્તાર લગભગ જંગલની હદની નજીક છે.આ વિસ્તારમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ તળેટીમાં બિરાજે છે. આ રસ્તે જૂનાગઢના રહેવાસીઓ મોટી સંખ્યામાં રાત્રે પણ આવનજાવન કરે છે. ત્યારે આ ઘટનામાં સિંહો મારણ કરીને પાછા જંગલમાં જતા રહ્યાં હતા 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch