Sun,28 April 2024,12:24 pm
Print
header

ED નો ડર....ધરપકડ થશે તો હેમંત સોરેન પત્ની કલ્પના સોરેનને મુખ્યપ્રધાન બનાવવા માંગે છે, પરિવારમાં જ વિરોધ શરૂ

રાંચીઃ ઝારખંડની રાજનીતિ ઝડપથી બદલાઈ રહી છે. મંગળવારે મોડી રાત સુધી ચાલેલી શાસક પક્ષના ધારાસભ્યોની બેઠકમાં EDની કાર્યવાહી બાદ ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા રણનીતિ બનાવવામાં આવી હતી. સત્તાધારી પક્ષના ધારાસભ્યો પાસેથી સમર્થન પત્રો પર સહીઓ લેવામાં આવી હતી. 43 ધારાસભ્યોની સહીઓ લેવામાં આવી છે. ધારાસભ્યોએ હેમંત સોરેનને આગામી સમયમાં નિર્ણય લેવા છૂટ આપી છે.પરંતુ આ બેઠકથી દૂર રહેતા સીએમ હેમંત સોરેનના ભાભી અને જામાના ધારાસભ્ય સીતા સોરેનનું બળવાખોર વલણ જોવા મળ્યું હતું.

હું મોટી વહુ છું, મારો અધિકાર છે, કલ્પનાનો વિરોધ કરીશ - સીતા સોરેન

સીએમ પદ માટે કલ્પના સોરેનનું નામ સામે આવતા જ JMM ધારાસભ્ય સીતા સોરેને વિરોધ શરૂ કરી દીધો છે. તેમને કહ્યું કે તે મીટિંગમાં નથી ગયા, તે બુધવારે પણ મીટિંગમાં જશે નહીં. હું મોટી વહુ છું, મારો અધિકાર મારો છે, હું કલ્પનાનો વિરોધ કરીશ. તે એકતાના સમર્થક છે, પરંતુ કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવાના દરેક નિર્ણયનો વિરોધ કરશે. તેમને હંમેશા બલિદાન આપવા માટે કહેવામાં આવ્યું છે. હેમંત સોરેન જ્યારે મુખ્યમંત્રી બન્યાં ત્યારે તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. પરંતુ હું કલ્પના સોરેનને કોઈપણ રીતે સ્વીકારીશ નહીં.

તેમના સ્વર્ગસ્થ પતિ દુર્ગા સોરેને JMMની સ્થાપનામાં બાબા (શિબુ સોરેન) સાથે મળીને કામ કર્યું હતું. તે હંમેશા બાબા સાથે રહેતા હતા. ફક્ત તે જ જાણે છે કે તેમના પતિના મૃત્યું પછી તેમની નાની પુત્રીઓને ઉછેરવી કેટલી મુશ્કેલ છે. તેથી હવે છોડવાનો કોઈ ઈરાદો નથી. સીતા સોરેને કહ્યું કે ત્રણ વખત ધારાસભ્ય હોવા છતાં પાર્ટીએ તેમને સન્માન તરીકે કંઈ આપ્યું નથી. તેમને પાર્ટીમાં રહી અને તમામ સૂચનાઓનું પાલન કર્યું. જો આવો નિર્ણય લેવામાં આવશે તો તેઓ તેને સ્વીકારશે નહીં. હેમંત સોરેને તેમની ભત્રીજી વિશે પણ વિચારવું જોઈએ.

ધારાસભ્યોની બેઠકમાં કલ્પના સોરેન પણ હાજર હતા

આ પહેલા સીએમ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન મંગળવારે પહેલીવાર રાજકીય મીટિંગમાં સામેલ થયા હતા. સત્તાધારી પક્ષના ધારાસભ્યોની બેઠકમાં કલ્પના સોરેનની હાજરીની તસવીર સામે આવતાં જ રાજકીય તાપમાનમાં વધારો થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે જો EDની કાર્યવાહીના કારણે સીએમ હેમંત સોરેન સામે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય છે, તો કલ્પના સોરેન મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

હેમંત સોરેનના નિર્ણય સાથે કોંગ્રેસ

બીજી તરફ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે સીએમ હેમંત સોરેનને દરેક નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. હેમંત સોરેન જે પણ નિર્ણય લે. પાર્ટી તેમની સાથે રહેશે.

ઇડી ગમે ત્યારે કરી શકે છે ધરપકડ

હેમંત સોરેનને ઇડીની ટીમ શોધી રહી છે અને તેમના નિવાસસ્થાનેથી 36 લાખ રૂપિયાની રોકડ, અનેક લક્ઝુરિયર્સ કાર જપ્ત કરાઇ છે, હવે ગમે ત્યારે તેમની ધરપકડ થઇ શકે છે, કરોડો રૂપિયાના ગોટાળામાં તેઓ ગમે ત્યારે જેલમાં જઇ શકે છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch