Fri,26 April 2024,4:11 pm
Print
header

ઇઝરાયલે ઇરાનનું પરમાણું કેન્દ્ર તબાહ કરી નાખ્યું, F-35 લડાકુ વિમાનથી હુમલાનો દાવો

સાઇબર હુમલો કરાયો હોવાનો પણ મીડિયાનો દાવો 

ઇઝરાયલઃ પોતાના દુશ્મન ઇરાન પર ઇઝરાયલે મોટો હુમલો કરી દીધો છે, ઇઝરાયલ સેનાના એફ-35 લડાકુ વિમાને ઇરાનમાં આવેલા પરમાણું કેન્દ્ર તબાહ કરી નાખ્યાં હોવાનો દાવો થયો છે, ઇરાનમાં પર્ચિન વિસ્તારમાં આ હુમલો કરીને ઇરાનના હથિયારો નાશ કરી દેવામાં આવ્યાં છે.

અલ ઝઝીરાએ લખ્યું છે ઇરાનમાં થોડા દિવસ પહેલા જ આ હુમલો કરાયો છે. ઇરાનમાં સાયબર અટેકથી નતાંજ પરમાણું કેન્દ્રમાં આગ લાગી ગઇ હોવાનો પણ દાવો છે, બીજી તરફ કુવૈતી અખબારે દાવો કર્યો છે કે લડાકુ વિમાન એફ-35 સ્ટીલ્થે શુક્રવારે ઈરાનના પર્ચિન વિસ્તારમાં એક પરમાણું કેન્દ્ર પર હુમલો કરી દીધો હતો. જ્યાં ઇરાન પરમાણું મિસાઇલ બનાવી રહ્યું હતુ.

જો કે સાચી હકીકત સામે નથી આવી કે આ સાયબર એટેક હતો કે પછી ઇઝરાયલની સેનાએ ઇરાનમાં આ હુમલો કર્યો હતો. પરંતુ આ અહેવાલ પછી દુનિયામાં ઇઝરાયલના સાહસથી ચિંતા વધી ગઇ છે. 

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch