Fri,26 April 2024,3:00 pm
Print
header

વિશ્વભરમાં માનવતા માટે યોગ, PM મોદીએ મૈસૂર પેલેસમાં 15 હજાર લોકો સાથે કર્યો યોગ- Gujarat Post

નવી દિલ્હીઃ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે દેશના વિવિધ ભાગોમાં લોકોએ વહેલી સવારે યોગ દ્વારા સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો હતો. આજે 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PM મોદીએ કર્ણાટકના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ પહોંચ્યાં હતા. તેમણે ત્યાં હાજર 15000 લોકો સાથે યોગાસન કર્યાં હતા, મોદીની સાથે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, સીએમ બસવરાજ બોમાઈ સહિતના મહાનુભાવો હાજર હતા. પીએમ મોદીએ તાડાસન, ત્રિકોણાસન, ભદ્રાસન જેવા આસનોથી યોગની શરૂઆત કરી હતી.

પીએમ મોદીએ કહ્યું વિશ્વના વિવિધ દેશોમાં લોકો સૂર્યોદય સાથે યોગ કરી રહ્યાં છે. જેમ જેમ સૂર્ય આગળ વધી રહ્યો છે, તેમ-તેમ તેના પ્રથમ કિરણ સાથે વિવિધ દેશોના લોકો એક સાથે જોડાઈ રહ્યાં છે. આપણા દિવસની શરૂઆત યોગથી કરીએ તેના કરતાં વધુ સારું શું હોઈ શકે ? આપણે યોગ સાથે સંકળાયેલી અનંત સંભાવનાઓને સાકાર કરીએ.

ભારતના આધ્યાત્મિક કેન્દ્રોએ સદીઓથી જે યોગિક ઉર્જાનું સંવર્ધન કર્યું છે, આજે તે યોગિક ઊર્જા વિશ્વ આરોગ્યને દિશા આપી રહી છે, યોગ વૈશ્વિક સહયોગ માટે પરસ્પર આધાર બની રહ્યો છે. યોગ મનુષ્યને સ્વસ્થ જીવનનો વિશ્વાસ આપી રહ્યો છે. કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે યોગ દિવસનો ઉત્સાહ દ્વીપ, ખંડની સીમાઓથી ઉપર હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે. યોગ કોઈ વ્યક્તિ માટે નથી પરંતુ સમગ્ર માનવતા માટે છે. "તે આપણા માટે જીવનનો એક માર્ગ બની ગયો છે. માત્ર જીવનનો એક ભાગ નથી તે જીવનનો માર્ગ બની ગયો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch