Fri,26 April 2024,8:11 pm
Print
header

62 મુસાફરોની સવારી સાથે ઈન્ડોનેશિયાના જકાર્તાથી ઉડાન ભર્યાં બાદ વિમાન ક્રેશ

ઈન્ડોનેશિયાઃ રાજધાની જર્કાતાના સોએકરનોહાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભર્યાં પછી વિમાન ક્રેશ થઈ ગયું છે. વિમાન જકાર્તાથી પોન્ટિયાનક જવા માટે નીકળ્યું હતુ. શ્રી વિજયા એર ફ્લાઈટ SJ-182માં 62 મુસાફરો 6 ક્રૂ મેમ્બર સવાર હતા. 

ઈન્ડોનેશિયાના અધિકારીઓએ બોઈંગ 738-500 ક્લાસિક વિમાનના લોકેશન કન્ફર્મ કરવા માટે અભિયાન શરૂ કર્યું હતુ અને અંતે વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. જર્કાતાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાંની ચાર મીનિટની અંદર જ 10 હજાર ફૂટ ઈંચાઈ પહોંચ્યા બાદ વિમાનનો  સંપર્ક ટૂટી ગયો હતો. ઈન્ડોનેશિયાના પરિવહન મંત્રાલયના પ્રવક્તા અદિતા ઈરાવતીએ કહ્યું કે, બોઈંગ 737-500 વિમાને બપોરે 1.56 વાગ્યે જકાર્તાથી ઉડાન ભરી હતી અને 2.40 વાગ્યે તેનો સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં હવે આ વિમાનનો કાટમાળ દરિયા કિનારે તનાઇને આવી રહ્યો છે.તમામ લોકોના મોત થઇ ગયા છે. સરકારે આ દુર્ઘટનાના તપાસના આદેશ આપ્યાં છે, નાગરિકોના મોત પર દુખ વ્યક્ત કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch