Fri,26 April 2024,7:21 pm
Print
header

કોરોનાની મહામારી વચ્ચે દેશમાં દિવાળીનો માહોલ, મોદીની અપીલ પર લાખો દિવડા પ્રગટાવાયા

અમદાવાદઃ દેશભરમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. કોરોનાના 3600 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે અને 100 કરતા વધુ લોકોનાં મોત થઇ ગયા છે, આ બધાની વચ્ચે ચૈત્રી નવરાત્રીના દિવસોમાં વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરી હતી કે આજે રાત્રે 9 વાગ્યે 9 મીનિટ માટે નાગરિકો ઘરની લાઇટ બંધ કરીને દિવડા પ્રગટાવે, મોબાઇલ ટોર્ચની લાઇટ કરે અને કોરોનાના અંધકારને દિવડાની રોશનીથી ભગાવે, તે પ્રમાણે જ લોકોએ 9 વાગ્યે દિવડા પ્રગટાવીને કોરોના સામેની જંગમાં ઝંપલાવ્યું, અંદાજે 15 મીનીટ સુધી લોકોએ દિવાળી જેવો માહોલ બનાવી દીધો હતો.

અમદાવાદ સહિતના શહેરોમાં લોકોએ પોતાના ફ્લેટની બાલ્કની અને ઘરોના આંગણમાં ઘીના દિવડા કરીને ભારત માતા કી જય....નાં સૂત્રોચ્ચાર કર્યા છે, કેટલીક જગ્યાએ લોકોએ દેશભક્તિના ગીતો વગાડીને આ મુશ્કેલ ઘડીમાં દેશ એક હોવાનું સાબિત કર્યુ છે, સારંગપુર હનુમાન મંદિર પણ હજારો દિવડાઓથી ઝગમગી ઉઠ્યું હતુ, ભારત સાથે વિદેશમા પણ લોકોએ મોદીની અપીલ માનીને દિવડા પ્રગટાવ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch