નવી દિલ્હીઃ H3N2 ઈન્ફ્લુએન્ઝાને કારણે દેશમાં અત્યાર સુધી બે લોકોનાં મોત થઇ ગયા છે. સત્તાવાર સરકારી સૂત્રો દ્રારા આ માહિતી આપવામાં આવી હતી. કર્ણાટકમાં એક વ્યક્તિ અને હરિયાણામાં બીજા વ્યક્તિનું મોત થઇ ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાના કુલ 90 કેસ અને H1N1 ના 8 કેસ નોંધાયા છે. ભારતે હાલમાં આ બે પ્રકારના ઈન્ફલ્યુએન્ઝા વાયરસ શોધી કાઢ્યાં છે.
કર્ણાટકના આરોગ્યમંત્રી સુધાકરે કહ્યું કે રાજ્યમાં ઈન્ફલ્યુએન્ઝા H3N2 વેરિએન્ટ વાયરસના ચેપથી ગભરાવાની જરૂર નથી. લોકોને સાવચેતી રાખવા માટે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરવામાં આવશે અને એક આદેશ જારી કરવામાં આવશે. જેમાં તમામ હોસ્પિટલોના આરોગ્ય કર્મચારીઓને ફરજિયાતપણે ફેસ માસ્ક પહેરવાનો નિર્દેશ આપવામાં આવશે.
રાજ્યમાં 26 લોકોએ H3N2 માટે પરીક્ષણ કરાવ્યું હતું. જેમાં બે કેસ બેંગલુરુના છે.15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને H3N2 વેરિએન્ટથી વધુ ખતરો છે, આ વેરિયન્ટ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ સંક્રમિત કરે છે.
ઈન્ફલ્યુએન્ઝા A નો પેટા-પ્રકાર ઉધરસ અને તાવ H3N2 નું કારણ બને છે
માર્ચની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) ના નિષ્ણાતોએ કહ્યું હતું કે H3N2 ઈન્ફલ્યુએન્ઝાનો પેટા પ્રકાર છે. ભારતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સતત ઉધરસ અને કેટલાક કિસ્સાઓમાં તાવનું પ્રમાણ વધી ગયું છે.
આઈએમએએ એન્ટિબાયોટિક્સના ઉપયોગ સામે ચેતવણી આપી
દેશભરમાં ઉધરસ, શરદી અને ઉબકાના વધતા જતા કેસો વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગ સામે ચેતવણી આપી છે. મોસમી તાવ પાંચથી સાત દિવસ સુધી ચાલશે. ત્રણ દિવસમાં તાવ ઓછો થઈ જશે, પરંતુ ઉધરસ ત્રણ અઠવાડિયા સુધી રહી શકે છે.
મેડિકલ એસોસિએશને ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવા, સારી રીતે હાથ ધોવાની સલાહ આપી છે. એઇમ્સના સેન્ટર ફોર કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસરએ જણાવ્યું કે, આબોહવાની સ્થિતિને કારણે ફ્લૂ વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
કર્ણાટકમાં વાગ્યું ચૂંટણીનું બ્યુંગલ, 10 મે ના રોજ મતદાન, 13 મે ના દિવસે પરિણામ | 2023-03-29 12:18:43
ગેંગસ્ટર પાછો ડરી રહ્યો છે, પ્રયાગરાજથી અમદાવાદ પાછો લવાશે અતિક અહેમદને | 2023-03-28 17:29:55
પાનકાર્ડ- આધારકાર્ડ લિંક કરવાને લઇને સૌથી મોટા સમાચાર, સમય મર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ | 2023-03-28 15:17:02
અપહરણ કેસમાં અતિક અહેમદને મળી આજીવન કેદની સજા, ઉમેશ પાલની માતાએ કહ્યું તેને ફાંસી થવી જોઈએ | 2023-03-28 14:50:13
39 લોકો આગમાં ભડથું થઇ ગયા, ઉત્તરી મેક્સિકોના ઇમિગ્રેશન સેન્ટરમાં લાગી હતી આ ભયાનક આગ | 2023-03-28 17:59:52