Fri,26 April 2024,9:54 am
Print
header

દેશમાં કોરોના બોમ્બ ફૂટયો, 24 કલાકમાં 18,552 નવા કેસ સાથે 5 લાખ ઉપર દર્દીઓ થયા

દેશમાં વધુ 384 લોકોનાં મોત થયા 

નવી દિલ્હીઃ લોકડાઉનમાં છૂટ આપી દીધા પછી દેશમાં કોરોના વાઇરસનાં કેસ સતત વધી રહ્યાં છે, સરકારે જાહેર કરેલા આંકડા મુજબ 24 કલાકમાં કોવિડ-19ના નવા 18,552 કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાં 5,08,953 થઇ ગઇ છે, જ્યારે વધુ 384 લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 15,685 થયો છે, આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ 2,95,880 દર્દીઓ સાજા થઇ ગયા છે. જેથી કોરોનાના સક્રીય દર્દીઓનો આંકડો 1,97,387 રહ્યો છે.

ખાસ કરીને રાજધાની દિલ્હી, તેલંગાણા, હરિયાણા અને ગુજરાતમાં સ્થિતી ચિંતાજનક છે. હાલમાં કોરોનાનાં દર્દીઓનો આંકડો 5 લાખ ઉપર પહોંચી ગયો છે અને જે ઝડપથી નવા કેસ આવી રહ્યાં છે, તે જોતા થોડા જ દિવસોમાં આ આંકડો 7 લાખ ઉપર જઇ શકે છે, તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે. ત્યારે સરકાર દ્વારા લોકોને સાવચેત રહેવા અને માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અપીલ કરાઇ રહી છે, અનલોક-1માં છૂટછાટને કારણે કોરોનાનાં કેસ વધી ગયા છે, જે ચિંતાજનક છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch