Sat,27 April 2024,4:46 am
Print
header

જાણો, કોરોનાની ત્રીજી લહેરને લઇને ડો. ગુલેરિયાએ શું આપ્યું નિવેદન

નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલયની યોજાયેલી પત્રકાર પરિષદમાં એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કેટલીક મહત્વની ચર્ચા કરી છે દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિને લઈને તેમણે કહ્યું કે વિશ્વમાં  અત્યાર સુધી કોઈ એવો ડેટા આવ્યો નથી કે બાળકોમાં કોરોનાનું વધુ ગંભીર સંક્રમણ છે. બાળકોમાં હળવુ સંક્રમણ રહ્યું છે. અત્યાર સુધી કોઈ પુરાવા નથી કે જો કોરોનાની આગામી લહેર આવશે તો બાળકોમાં તેની વધુ ગંભીર અસર જોવા મળશે. બાળકો પર કોરોનાની ગંભીર અસરની આશંકા નથી. 

નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યું કે, ખાનગી હોસ્પિટલો માટે રસીની કિંમત વેક્સિન નિર્માતાઓ દ્વારા નક્કી થશે. સરકારે કોવિશીલ્ડના 25 કરોડ ડોઝ અને કોવેક્સિનના 19 કરોડ ડોઝ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. મોદી સરકારે બાયોલોજિકલ ઈ રસીના 30 કરોડ ડોઝ ખરીદવાનો આદેશ આપ્યો છે, જે સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ થશે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે 7 મેની આસપાસ દેશમાં રોજના સરેરાશ 4,14,000 કોરોનાના કેસ સામે આવી રહ્યાં હતા તે હવે 1 લાખથી ઓછા થઈ ગયા છે છેલ્લા 24 કલાકમાં 86,498 કેસ નોંધાયા છે 3 એપ્રિલ બાદ એક દિવસમાં સૌથી ઓછા કેસ આવ્યાં છે. કોરોનામાં રિકવરી રેટ વધીને 94.3 ટકા થઈ ગયો છે. 1 થી 7 જૂન વચ્ચે પોઝિટિવિટી રેટ  6.3 ટકા નોંધાયો છે છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો થયો છે એક રીતે દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવ્યો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch