Fri,26 April 2024,7:25 pm
Print
header

UN માં ઇમરાન ખાને આતંકીઓને પ્રોત્સાહન આપતું ભાષણ આપ્યું, ભારતે કહ્યું પાકિસ્તાન આતંકીઓને પેન્શન આપે છે

ન્યૂયોર્ક: પાકિસ્તાનની આતંકીઓને પ્રોત્સાહન આપવાની નીતિ દુનિયા આખીએ જોઇ લીધી છે, યુએનમાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનનું ભાષણ એવું હતુ જેનાથી આતંકવાદીઓને પ્રોત્સાહન મળે, સાથે જ તેમને કાશ્મીર મામલે ભારતને પરમાણુ યુદ્ધની ધમકી પણ આપી દીધી, ત્યારે ભારતે ઇમરાન ખાન અને પાકિસ્તાનના ઝેરી ભાષણના એક એક શબ્દ ગણી બતાવ્યાં છે. વિદેશ મંત્રાલયના સચિવ વિદિશા મૈત્રાએ કહ્યું કે ઇમરાન ખાને યુએનના મંચ પરથી નફરત ભરેલા શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેમને ભારતીય મુસ્લિમો માટે અયોગ્ય શબ્દો વાપર્યા છે, ભારતે પાકિસ્તાનને કહી દીધું છે કે આતંકવાદીની ફેક્ટરી ચલાવનાર પાકિસ્તાને અન્યને સલાહ આપવાનો કોઇ અધિકાર નથી.

ભારતને પરમાણુ હુમલાની ધમકી 

વિદિશા મૈત્રાએ જણાવ્યું કે ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનાર પાકિસ્તાન અશાંતિનું વાતાવરણ ઉભુ કરવા માંગે છે, ઇમરાન ખાન ભલે ક્રિકેટમાં સફળ રહ્યાં હોય, પરંતુ યુએનમાં તેમનું ભાષણ સાંભળીને લાગી રહ્યું છે તેઓ હજુ પરિપક્વ નથી. ઇમરાને આપેલા ભાષણને હેટ સ્પીચ ગણાવતા કહ્યું કે તેમણે વૈશ્વિક મંચનો દુરૂઉપયોગ કર્યો છે, ભારતે ઇમરાનના નસ્લીય સંહાર, બ્લડબાથ અને બંદૂકો ઉઠાવી લો જેવા શબ્દોને ગણાવતા કહ્યું કે આ તેમની આતંકવાદને પ્રોત્સાહિત કરતી માનસિકતા છે, તેમને કહ્યું કે યુએને અલકાયદા અને અન્ય આતંકી સંગઠનો પર પ્રતિબંધ મુક્યો છે, અને પાકિસ્તાન તેમની જમીન પર હાજર આતંકવાદીઓને પેન્શન આપે છે, પાકિસ્તાન UN દ્વારા જાહેર કરાયેલા 130 આતંકીઓ અને 25 આતંકી સંગઠનોનું ઘર છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch