Fri,26 April 2024,5:45 pm
Print
header

અમેરિકામાં રસી લઈ ચૂકેલા લોકોએ માસ્ક નહીં પહેરવું પડે, ભીડથી બચવું પડશે

વોશિંગ્ટનઃ કોરોના મહામારીએ માસ્કને આપણા જીવનનો મહત્વનો હિસ્સો બનાવી દીધો છે. કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક જરૂરી છે જો કે કેટલાક દેશોમાં રસીકરણને કારણે માસ્ક પહેરવા પર છૂટ આપવામાં આવી છે. એવા અહેવાલ આવ્યાં છે કે અમેરિકામાં જે લોકોએ કોવિડની વેક્સીન લઈ લીધી છે તેમણે બહાર નીકળતી વખતે માસ્ક નહીં પહેરવું પડે, માત્ર ભીડથી બચવું પડશે. જ્યાં ભીડ ન હોય ત્યાં માસ્ક ઉતારવાની મંજૂરી આપવામાં આવી છે.

રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું છે કે જે લોકોએ વેક્સીન નથી લગાવી અને ખાસ કરીને તમે યુવાન હોવ અને વિચારતા હોવ કે આપણે વેક્સીનની જરૂર નથી તો હવે તમારી પાસે રસી લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. અમેરિકાની ટોચની સરકારી સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું  રસીકરણ થઈ ચૂકેલા લોકો મોટાભાગનો સમય માસ્ક વગર રહી શકે છે.

એજન્સીએ કહ્યું, જે લોકો કોન્સર્ટમાં જવા માંગે છે, સિનેમાં હોલ કે શોપિંગ કરવા જાય છે અથવા કોઈ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં જાય છે તેમણે માસ્ક પહેરવું ફરજિયાત છે.કોરોનાથી બચવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વેક્સીન બની તે પહેલાં માસ્ક પહેરવાને એક કારગર હથિયાર ગણાવ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch