Fri,26 April 2024,5:00 pm
Print
header

બ્રિટનની કોર્ટનો પાકિસ્તાનને ઝટકો, બેંકમાં પડેલા હૈદરાબાદના નિઝામના 306 કરોડ રૂપિયા ભારતમાં જ પાછા આવશે

બ્રિટન: વેલ્સની હાઇકોર્ટે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે, 71 વર્ષ જૂના એક કેસમાં કોર્ટે ભારતમાં રહેતા હૈદરાબાદના 7માં નિઝામના બે ઉત્તરાધિકારીઓના પક્ષમાં ચુકાદો આપ્યો છે, 1948માં તત્કાલિન નિઝામે લંડનની નેટવેસ્ટ બેન્કમાં એક મિલિયન પાઉન્ડ જમા કરાવ્યાં હતા, જે રકમ અત્યારે 306 કરોડ રૂપિયા જેટલી થઇ છે અને તેની માલિકી અંગે વર્ષોથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.

1948માં ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ હૈદરાબાદના નિઝામે લંડનમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્ત રહિમતુલ્લાહને એક મિલિયન પાઉન્ડની રકમ મોકલીને બેંકમાં જમા કરાવવા કહ્યું હતુ, બાદમાં નિઝામે આ રકમ પાછી માંગી હતી, પરંતુ બેંકે એમ કહ્યું કે આ પૈસા પાકિસ્તાનના એકાઉન્ટમાં જમા થઇ ગયા છે, જેથી તેમની મંજૂરી વગર તમને આપી શકાય નહીં, બાદમાં 1950માં નિઝામે બેંકની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, મામલો હાઉસ ઓફ લોડ્સ સુધી પહોંચી ગયો હતો, પાકિસ્તાન સરકારે આ પૈસા તેમના હોવાનો દાવો કર્યો હતો, વર્ષો સુધી કેસ ચાલ્યાં પછી હવે કોર્ટે ભારતની તરફેણમાં ચુકાદો આપતા પાકિસ્તાનને મોટો ફટકો લાગ્યો છે, કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે 306 કરોડ રૂપિયાની આ રકમ ભારત સરકાર કે હૈદરાબાદના નિઝામના ઉત્તરાધિકારીને આપવામાં આવશે, અને પાકિસ્તાનના દાવાને ફગાવી દેવામાં આવ્યો છે, જેથી હવે આ રકમ વર્ષો પછી ભારતમાં પાછી આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch