Sat,27 April 2024,7:39 am
Print
header

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીના અપહરણનો પ્રયાસ નિષ્ફળ જતાં ગોળી મારીને કરાઈ હત્યા- Gujarat Post

લાહોરઃ પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ પર અત્યાચારના કિસ્સાઓ અટકવાના નામ નથી લઈ રહ્યાં. હવે ફરી એકવાર પાકિસ્તાનમાં એક 18 વર્ષની હિંદુ યુવતીને અપહરણનો નિષ્ફળ પ્રયાસ કર્યાં બાદ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીએ યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે યુવતીએ વિરોધ કર્યો તો આરોપીએ તેને રસ્તામાં જ ગોળી મારી દીધી હતી.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે આ મામલો પાકિસ્તાનના સિંધના રોહી સુક્કુરનો છે. જ્યાં પૂજા ઓડ નામની હિન્દુ યુવતીની હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ પહેલા પૂજાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો,જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને રસ્તાની વચ્ચે ગોળી મારી દીધી હતી.પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવતા રહે છે. ખાસ કરીને સિંધ પ્રાંતમાં હિંદુ મહિલાઓનું અપહરણ કરવામાં આવે છે, પછી તેમને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવે છે.

બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ પાકિસ્તાનના અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાનમાં હિંદુઓની વસ્તી કુલ વસ્તીના 1.60 ટકા છે. 6.51% હિંદુઓ એકલા સિંધમાં રહે છે. પાકિસ્તાનમાં હિન્દુઓ મુખ્ય લઘુમતી સમુદાય છે. પાકિસ્તાન સરકારના આંકડા મુજબ દેશમાં 75 લાખ હિંદુઓ રહે છે. હિન્દુ સમુદાયનું કહેવું છે કે તેમની વસ્તી 90 લાખ છે.

પીપલ્સ કમિશન ફોર માઈનોરિટી રાઈટ્સ અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસનો દાવો છે કે 2013 અને 2019 વચ્ચે બળજબરીથી ધર્માંતરણના 156 કેસ નોંધાયા છે. 2019 માં, સિંધ સરકારે બળજબરીથી ધર્મ પરિવર્તન અને બીજા લગ્ન વિરુદ્ધ બિલ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાકિસ્તાનના કટ્ટરપંથીઓએ આ બિલનો વિરોધ કર્યો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch