Sat,27 April 2024,4:15 am
Print
header

11 મહિનાની બાળકીને પિતા ટબમાં બેસાડીને ફોનમાં વ્યસ્ત થતા ન થવાનું થઇ ગયું

હરિયાણાઃ જીંદ શહેરની એમ્પ્લોયિઝ કોલોનીમાં એક સનસનાટીભરી ઘટના બની છે. 11 મહિનાની બાળકી અર્ચનાનું ટબમાં ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. પિતા વિક્રમે બાળકીને નવડાવવા માટે ટબમાં બેસાડી હતી અને પછી તેઓ ફોન પર વાત કરતાં કરતાં ઘરની બહાર નીકળી ગયા હતા અને  બાજુમાં રમતા 4 વર્ષના પુત્ર ચિરાગે નળ ચાલુ કરી દીધો હતો. જ્યારે તેની માતા રેખા તેને નવડાવવા માટે બાથરૂમમાં પહોંચી ત્યાં સુધી બાળકી પાણીમાં ડૂબી ગઈ હતી.

​​​​​​​રેખાએ બાળકીને પાણીમાંથી બહાર કાઢી હતી પરંતુ ત્યાં સુધીમાં તેના શ્વાસ અટકી ગયો હતો. રેખાએ બુમાબૂમી શરૂ કરી ત્યારે આજુબાજુના લોકો ત્યાં પહોંચી ગયા હતા. બાળકીને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. ઘટનાની જાણ થતા સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરીને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. પરિવારે આ દુર્ઘટનાને એક અકસ્માત ગણાવ્યો છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પરિવાર પર પણ લાડકવાયીના મોતથી આભ તૂટી પડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch