Fri,26 April 2024,9:03 pm
Print
header

Happy Birthday PM Modi: પ્રધાન સેવક મોદીનો આજે 71મો બર્થ ડે, અમિત શાહ સહિત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 71મો બર્થ ડે છે. જેને લઈને અમદાવાદ સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ભાજપે ટ્વીટ કરીને લખ્યું, હિમાલય જેવા અડગ વ્યક્તિત્વના ધની, ઓજસ્વી વક્તા, રાષ્ટ્રસેવામાં સમર્પિત, લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું, દેશના સર્વપ્રિય નેતા નરેન્દ્ર મોદીના જન્મદિનની શુભકામના. ઈશ્વરને તમારા ઉત્તમ સ્વાસ્થ્ય તથા સુદીર્ઘ જીવનની કામના કરું છું. મોદીએ ન માત્ર દેશને સમયથી આગળ વિચારવાનું અને પરિશ્રમથી પરાકાષ્ઠાના સંકલ્પને સિદ્ધ કરવાની સોચ આપી પરંતુ તેને ચરિતાર્થ કરીને પણ બતાવ્યું. મોદીના રૂપમાં દેશને એક સશક્ત નેતૃત્વ મળ્યું છે. જેણે દાયકાથી પોતાના અધિકારોથી વંચિત કરોડ ગરીબોને વિકાસની મુખ્યધારા સાથે જોડીને ન માત્ર તેમને સમાજમાં ગરિમાપૂર્ણ જીવન આપ્યું છે. પરંતુ અથાગ પરિશ્રમથી વિશ્વભરને એક પ્રજાલક્ષી નેતૃત્વ કેવું હોય તે પણ બતાવ્યું. મોદીએ સુરક્ષા, ગરીબ કલ્યાણ, વિકાસ તથા ઐતિહાસિક સુધારાનું અદ્વીતાય ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોદીના સંકલ્પ તથા સમર્પણે દેશવાસીઓમાં નવી ઉર્જા તથા આત્મવિશ્વાસ પેદા કર્યો છે. જેનાથી આજ દેશ રોજ નવા કીર્તિમાન સ્થાપિત કરી આત્મનિર્ભરતા તરફ અગ્રેસર છે. મોદીના જીવનની ક્ષણ ક્ષણ ગરીબો, ખેડૂતો તથા વંચિતોની સેવામાં સમર્પિત છે. હું તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તમે મોદીના જન્મદિવસ પર સેવા સમર્પણ અંતર્ગત યોજવામાં આવી રહેલા સેવા કાર્યક્રમોમાં ભાગ લો અને સાથે જે ભાજપ સરકારની કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની શુભકામના પાઠવતાં લખ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામના. મારી શુભકામના છે કે તમે સ્વસ્થ રહો અને દીર્ઘાયુ પ્રાપ્ત કરીને રાષ્ટ્ર સેવાનું કાર્ય કરતા રહોં.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch