Fri,26 April 2024,9:59 am
Print
header

BIG NEWS- હૈતીમાં 7.2 ની તીવ્રતાના ભૂકંપથી હડકંપ, ત્સુનામીની ચેતવણી

હૈતીઃ કેરેબિયન દેશ હૈતીમાં ફરીથી ભૂકંપ આવ્યો છે અને ત્સુનામીની ચેતવણી પણ આપી દેવામાં આવી છે દરિયા કિનારાના વિસ્તારો ખાલી કરાવી દેવાયા છે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામા આવી છે, ભૂકંપને કારણે અનેક બિલ્ડીંગોને નુકસાન થયું છે. 30 લોકોનાં મોતના અહેવાલ છે.

હૈતીની રાજધાની પોર્ટઓ-પ્રીંસથી અંદાજે 140 કિ.મી દૂર જમીનમાં 8 કિ.મી ઉંડે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ છે સરકાર દ્વારા ત્સુનામીની પણ ચેતવણી આપી દેવાઇ છે દરિયા કિનારે લોકોને એલર્ટ રહેવા જણાવાયું છે, દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે, નોંધનિય છે કે 2010માં પણ અહી ભયાનક ભૂકંપ આવતા હજારો લોકોના મોત થઇ ગયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch