Wed,24 April 2024,1:22 am
Print
header

ગૃહમાં ઉગ્રતા, વિધાનસભાની કાર્યવાહીમાંથી કોંગ્રેસના 11 ધારાસભ્યો સસ્પેન્ડ- Gujarat Post

કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવાયો અને સભ્યો વેલમાં ઘુસી જતા સસ્પેન્ડ કરવામાં આવ્યાં

ગાંધીનગરઃ 14મી વિધાનસભાનું અંતિમ અને બે દિવસનું ટૂંકું સત્ર આજથી શરુ થયું હતું.આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા દેખાવ કર્યો હતો, સવારે કોંગ્રેસ નેતાઓએ વિધાનસભાની બહાર પગથિયાં પર બેસીને ધરણા કર્યાં હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મોંઘવારી, બેરોજગારી,કર્મચારીઓના વિવિધ પ્રશ્નો, જૂની પેન્શન યોજના તેમજ પૂર્વ સૈનિકોની માંગોને લઈને સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં પણ હોબાળો મચાવાયો હતો અને 11 સભ્યો વેલમાં ઘુસી જતા આ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.

વિધાનસભામાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો અને વિવિધ પ્રશ્નોને લઈને ભાજપ સરકાર સામે નારા લગાવ્યાં હતા, તેમજ કેટલાક ધારાસભ્યો વેલમાં ઘુસી ગયા હતા. જે બાદ કોંગ્રેસના 11 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ અંતિમ સત્ર છે. 

કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં 'ન્યાય આપો' જેવા સૂત્રોચાર કર્યાં હતા. કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની જગ્યા પર બેસવા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ટકોર કરી હતી. કહ્યું હતું કે વિધાનસભામાં આ રીતે વિરોધ ન કરી શકાય.  

કોંગ્રેસના 11 ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ 

1. જીગ્નેશ મેવાણી 

2. કનુ બારૈયા 

3. કાંતિ ખરાડી 

4. નૌશાદ સોલંકી 

5. ગેનીબેન ઠાકોર 

6. પ્રતાપ દુધાત

7. અમરીશ ડેર

8. પુના ગામીત 

9. ચંદનજી ઠાકોર

10. ઇમરાન ખેડાવાલા

11. બાબુ વાજા 

આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યાં છે.આ કર્મચારીઓની વિવિધ માંગોની વાત કોંગ્રેસે કરી છે, જેની ચર્ચા માટે ભાજપ પાસે સમય નથી. મોંઘવારી અને બેકારી જેવા મુદ્દાઓ પર સરકારને ચર્ચા કરવી નથી, આ મુદ્દે અમે ચર્ચા કરવાની માંગ કરી હતી. જેમાં અમારા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch