Sat,27 April 2024,4:56 am
Print
header

BIG NEWS- ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષાઓ પણ રદ્દ કરી દેવાઇ, CBSE બાદ ગુજરાત બોર્ડનો નિર્ણય

ગાંધીનગરઃ ગઇકાલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મહત્વની બેઠક બાદ CBSE ની ધોરણ-12ની તમામ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કર્યાં પછી આજે ગુજરાત સરકારે પણ ધોરણ-12ની પરીક્ષાઓ રદ્ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે, કોરોનાની સ્થિતી વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં આ જાહેરાત કરાઇ છે.

ગુજરાત સરકારે ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓનું ટાઇમ ટેબલ પણ જાહેર કરી દીધું હતુ પરંતુ  કલાકોમાં હવે આ પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે, વિદ્યાર્થીઓને અગાઉના વર્ષના પર્ફોરમન્સને આધારે પ્રમોશન આપવામાં આવશે. નોંધનિય છે કે વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ન થાય અને તેમના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch