Fri,26 April 2024,9:20 am
Print
header

કોરોનાના નિયમોનો ભંગ કરનારા ભાજપ નેતા કાંતિ ગામીત અને પોલીસ સામે હાઇકોર્ટ લાલઘૂમ, પૂછ્યાં આ સવાલ ?

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકી રહ્યું નથી સતત નવા કેસ અને મોતનો આંકડો ઉપર જઇ રહ્યો છે, સામાન્ય નાગરિકોને માસ્ક ન પહેરવા પર અને કોરોનાના નિયમો તોડવા પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે પરંતુ નેતાઓને કોઇ ચિંતા નથી, ભાજપ નેતા કાંતિ ગામીતે તેમની પૌત્રીની સગાઇના પ્રસંગમાં 6000 જેટલા લોકોની ભીડ ભેગી કરીને કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કર્યો છે, આ મામલે સુઓમોટો કરીને 
હાઇકોર્ટે નેતાજી અને તંત્ર સામે લાલ આંખ કરીને જવાબ માંગ્યો છે.

હાઇકોર્ટે કહ્યું છે કે અમે વીડિયો જોયો છે અને તાપીના આ પ્રસંગમાં આટલી બધી ભીડ ક્યાથી આવી છે તે જણાવશો. હાઇકોર્ટે જિલ્લા પોલીસ વડા સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. આ ભીડમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યાં હતા  લોકો માસ્ક વગર ફરી રહ્યાં હતા. આ મામલે રૂપાણી સરકારે તપાસના આદેશ આપ્યાં છે. ત્યારે કાંતિ ગામીત જેવા નેતાઓની બેદરકારીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે નક્કિ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch