Sat,27 April 2024,5:37 am
Print
header

ગતિશીલ ગુજરાતમાં પરિવાર દીઠ સરેરાશ 2.25 વાહનો, દેશમાં ત્રીજા ક્રમે

અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. કોરોનાકાળ દરમિયાન જાહેર પરિવહનની કથળેલી સેવાઓ અને આરોગ્યને ધ્યાનમાં રાખી લોકો પર્સનલ વાહનોનો વધારે ઉપયોગ કરતાં થયા છે. હાલ ગુજરાતમાં સરેરાશ પરિવાર દીઠ 2.25 વાહનો છે, જે દેશમાં ત્રીજા ક્રમે છે.ગોવા પરિવાર દીઠ 4.41 વાહન સાથે પ્રથમ અને દિલ્હી ઘર દીઠ 3.62 વાહન સાથે બીજા ક્રમે છે.

રોડ અને પરિવાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ધ નેશનલ રોડ ટ્રાન્સપોર્ટ યર બુક 2019-2020ના આંકડા મુજબ, 31 માર્ચ 2021 સુધી રાજ્યમાં 2.75 કરોડ વાહનો નોંધાયા હતા. એક્સપર્ટના કહેવા મુજબ શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમની કથળેલી સ્થિતિને કારણે વ્યક્તિગત વાહનો વધી રહ્યાં છે. મોટા ભાગના ગામડાઓમાં બસની અપૂરતી સુવિધાઓના કારણે પણ ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો પોતાનું વાહન ખરીદતા થયા છે.રિપોર્ટ મુજબ ગુજરાતમાં દર 1000 ની સામે 436 વાહનો છે.

2011ની વસતી ગણતરી પ્રમાણે ગોવામાં 3,43,611 ઘરની સામે વાહનોની સંખ્યા 15,16,193 હતી, એટલે કે ઘર દીઠ 4.41 વાહનો છે. દિલ્હીમાં 34,35,999 ઘરની સામે 1,23,39,474 વાહનો નોંધાયા હતા. ગુજરાતમાં 1,22,48,428 મકાનો સામે 2,75,43,083 વાહનો નોંધાયા હતા. પંજાબ માં 55,13071 ઘર સામે 1,22,29,835 વાહનો અને હરિયાણામાં 48,57,524 ઘર સામે 1,02,34,134 વાહનો નોંધાયા હતા.આમ દિલ્હી, ગુજરાત, પંજાબ, હરિયાણામાં પરિવાર દીઠ વાહનોની સંખ્યા 3.62, 2.25, 2.21 તથા 2.11 છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch