Sat,27 April 2024,10:30 am
Print
header

Big News- ગુજરાત સરકારના લાખો કર્મચારીઓને મોટી ભેટ, હવે મોંઘવારી ભથ્થું મળશે 28 ટકા

કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો મોટો વધારો, હવે 28 ટકા મળશે ભથ્થુ 

 

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની સ્થિતી સામાન્ય થયા પછી હવે ગુજરાતની વિજય રૂપાણી સરકારે તેના લાખો કર્મચારીઓ અને પેન્સનર્શને મોટી ભેટ આપી છે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે લાખો કર્મચારીઓ-પેન્શનર્શના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય તેમની સરકારે કર્યો છે, હવે ગુજરાત સરકારના કર્મચારીઓને 28 ટકા મોંઘવારી ભથ્થુ મળશે.

ડે.સીએમની જાહેરાત મુજબ સપ્ટેમ્બર માસના પગારથી કર્મચારીઓને લાભ મળતો થશે, અત્યાર સુધી જે મોંઘવારી ભથ્થું 17 ટકા હતુ તે હવે 28 ટકા થશે, જેમાં એક સાથે જ 11 ટકાનો મોટો વધારો કરાયો છે. રાજ્યના નવ લાખ કર્મચારીઓ અને પેન્શનર્સને જુલાઈ અને ઓગસ્ટ મહિનાના એરિયર્સની રકમ બે ભાગમાં ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી રાજ્ય સરકારની તિજોરી પર 378 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch