Sat,27 April 2024,7:59 am
Print
header

ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે ફાયર સેફ્ટી NOC ને લઇને મોટી જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ફાયર સેફ્ટી એનઓસીને લઇને આજે મોટો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 9 મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવામાંથી છૂટ આપી છે આવી કોઇ પણ શૈક્ષણિક સંસ્થા સ્વપ્રમાણિત-સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કરી શકશે અને બીયુ પરમીશન ન હોય પરંતુ ફાયર NOCની જોગવાઇઓ પુરી કરી હશે તે માટે બીયુ પરમીશન ફરજિયાત રહેશે નહીં. સાથે જ શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારો માટે ફાયર NOC જે તે મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર આપી શકશે. 

9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએને આ નિયમો લાગુ પડશે. સાથે જ રાજ્યમાં આઠ મહાનગરો ઉપરાંત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટિઝ કચેરીના કાર્યક્ષેત્ર મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ છ ફાયર રિજિયન મળીને કુલ 14 ફાયર રિજિયન કાર્યરત કરાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch