Sun,28 April 2024,3:30 am
Print
header

મોદીનો જાદુ યથાવત, શરૂઆતની લીડ પરથી નક્કિ છે કે સરકાર તો ફરીથી ભાજપની જ બનશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થઇ ગયું છે અને લાગી રહ્યું છે કે ફરીથી હવે સરકાર તો ભાજપની જ બનશે, મોદીનો જાદુ યથાવત દેખાઇ રહ્યો છે, આપ જેવી પાર્ટીએ ગુજરાતીઓને મફત આપવાની લાલચ આપી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં અને જનતાએ ભાજપને જ સ્વીકારી લીધી હોય તેમ લાગી રહ્યું છે. 

ગુજરાતમાં કોંગ્રેસ અને આપ જેવી પાર્ટીઓ ભાજપ સામે લાચાર લાગી રહી છે, બધી રણનીતિ અહીં નિષ્ફળ દેખાઇ રહી છે, ભાજપ સારી એવી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ફરીથી કેસરિયો લહેરાશે, ભાજપના કાર્યકરો ઘેલમાં છે અને ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠર પરથી મોટી લીડથી જીતી શકે છે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતની મજૂરા બેઠક પરથી હેટ્રિક મારવા જઇ રહ્યાં છે, ભાજપના અનેક દિગ્ગજો જીત તરફ આગળ વધી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch