Sun,28 April 2024,4:11 am
Print
header

બીજા તબક્કાના મતદાનમાં ઉત્સાહ, દુલ્હન પીઠી ચોળીને ગઇ મત આપવા, તો દિવ્યાંગોએ પણ કર્યું મતદાન

પાટણમાં ભાજપના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રકઝક

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 4 વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકા જેટલું મતદાન થયું છે. દરમિયાન પાટણમાં મતદાન મથક બહાર ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે રકઝક થઈ છે. પાટણના રતનપોળ વિસ્તારમાં આવેલા ગુમડા મસ્જિદ સ્કૂલના મતદાન બુથ બહાર એજન્ટના મામલે રકઝક થઈ હતી. ભાજપના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રકઝક થતાં થોડીવાર માટે વાતાવરણ તંગ થઈ ગયું હતું અને અપશબ્દો પર ઉતરી આવ્યાં હતા.

અમદાવાદના નરોડામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ મતદાન કર્યું. જે બાદ તેમણે ચૂંટણી પંચ પર આરોપ લગાવતાં કહ્યું, ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે, ભાજપના ગુંડાઓ અને લુખ્ખા તત્વો કામ કરે છે, દાંતાના ઉમેદવારની ત્રણ કલાક સુધી ભાળ ન મળી, ચૂંટણી પંચ અમારી ફરિયાદ નથી લઇ રહ્યું, અનેક જગ્યાએ ઇવીએમ મશીન બંધ હોવા છંતા કોઇ કાર્યવાહી થતી નથી.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભા બેઠક પર પણ શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાઈ રહ્યું છે. દિયોદર તાલુકાના જાડા ગામે મતદાનનો અવસર ઉજવવા માટે વર કન્યા લગ્નના સાત ફેરાફરી કુળદેવીના દર્શન કરી જાડા ગામે મતદાન મથક પર પહોંચ્યા હતા. જેમાં વરે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. છોટા ઉદેપુરના સંખેડના ક્લેડીયા ગામે મેઘના દરજી નામની યુવતીએ લગ્ન પેહલા પીઠી ચોળેલી સ્થિતિમાં મતદાન કર્યું હતું. લગ્ન મંડપથી મતદાન મથક પર ઢોલ શરણાઈના સુરે આવી તેણે મતદાન કર્યું હતું.

મહેસાણા શહેરમાં એક યુવાને ઈવીએમમાં મત આપતાં સમયે ફોટો પાડી સોશિયલ મીડિયામાં મૂકતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે યુવાનની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. ડીસામાં વેન્ટિલેટર ઉપર રહેલા 80 વર્ષીય દર્દી તીરથભાઈ ખત્રીએ મતદાન કરવાની જીદ કરતા તેમને એમ્બ્યુલન્સમાં મતદાન કેન્દ્ર ઉપર લાવવામાં આવ્યા હતા.નડિયાદના ખેડામાં અંકિત સોની નામના દિવ્યાંગ યુવકે પગથી મત આપ્યો હતો. તેણે કહ્યું એક અકસ્માતમાં 20 વર્ષ પહેલા મારા બંને હાથ કપાઈ ગયા હતા પરંતુ તેમ છતાં ક્યારેય હું વોટિંગ કરવાનું ચૂક્યો નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch