Sat,27 April 2024,3:18 pm
Print
header

Big News: કોંગ્રેસને જોરદાર ફટકો, ના ના કરનારા મોઢવાડિયા હવે ભાજપના થશે, અંબરિશ ડેરને પહેલા જ કરી દેવાયા સસ્પેન્ડ

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસને બે ઝટકા

મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું રાજીનામું

શંકર ચૌધરી તાત્કાલિક બનાસકાંઠાથી હેલિકોપ્ટરમાં ગાંધીનગર આવ્યાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના બે મજબૂત નેતાઓ હવે ભાજપ સાથે દેખાઇ રહ્યાં છે, પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને રામ રામ કરી દીધું છે, તેમને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું છે, તેઓ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસના ન જવાના નિર્ણયથી નારાજ હતા, સાથે જ તેઓ હવે સમજી ગયા છે કે કોંગ્રેસમાં રહીને કોઇ ફાયદો પણ નથી, જેથી તેઓ હવે ભાજપના થવા જઇ રહ્યાં છે. તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

- ગુજરાત કોંગ્રેસને બે મોટા ફટકા
- સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે
- અંબરિશ ડેરને કોંગ્રેસે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં
- અંબરિશ ડેર પણ મંગળવારે ધારણ કરશે કેસરિયો

રાજુલાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અંબરિશ ડેરની સી.આર.પાટીલ સાથે મુલાકાત થઇ છે, તે દરમિયાન જ તેમને કોંગ્રેસ પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે, તેઓ પણ હવે ભાજપ પાસે જઇ રહ્યાં છે. તેમને કોંગ્રેસને પોતાનું રાજીનામું આપી દીધું છે. આમ કોંગ્રેસને બે મોટા ફટકા લાગ્યા છે, ભાજપે લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસની વધુ બે વિકેટો પાડી દીધી છે. નોંધનિય છે કે અગાઉ સી.જે.ચાવડા જેવા સિનિયર નેતાએ પણ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે અને હવે વધુ નેતાઓ ભાજપમાં જઇ રહ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch