Sun,05 May 2024,10:55 am
Print
header

ગુગલ ક્રોમમાં ટૂંક સમયમાં જ આવશે AI ફીચર, બ્રાઉઝિંગમાં તેનો મોટો ફાયદો થશે

સ્માર્ટફોન, લેપટોપ અને ડેસ્કટોપનો ઉપયોગ કરતા મોટાભાગના લોકો ગુગલ ક્રોમનો ઉપયોગ કરે છે. તેના યુઝર્સના અનુભવને બેહતર બનાવવા માટે કંપની સતત નવા ફીચર્સ અને અપડેટ લાવી રહી છે. હવે યુઝર્સને ગુગલ ક્રોમમાં એક નવું ફીચર મળવા જઈ રહ્યું છે જે લોકોના કામને ખૂબ જ સરળ બનાવી દેશે.ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું ફીચર એડ કરવા જઈ રહ્યું છે. તેની મદદથી યુઝર્સ બ્રાઉઝરમાં સમાન ટેબના ગ્રુપ બનાવી શકશે.

લીક્સ રિપોર્ટ અનુસાર ગુગલ ક્રોમમાં આવનારા આ ફીચરનું નામ ઓર્ગેનાઈઝ્ડ ટેબ્સ હોઈ શકે છે. આ ફીચરને સૌપ્રથમ લીઓપેવા 64 નામના એક્સ યુઝર દ્વારા સ્પોટ થયું હતું. ગુગલ ક્રોમનું આ આગામી ફીચર એજ રીતે કામ કરશે જે રીતે 'ગ્રુપ સિમિલર ટેબ્સ' કામ કરે છે. હાલમાં ક્રોમ બ્રાઉઝરમાં આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

2023 ના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે

આ ફીચર ડેવલપમેન્ટના તબક્કામાં છે અને અત્યાર સુધી કંપની દ્વારા તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. તે આ વર્ષના અંત સુધીમાં વપરાશકર્તાઓ માટે રોલઆઉટ થઈ શકે છે. ગુગલ ક્રોમનું આ ફીચર માઇક્રોસોફ્ટના એજને ટક્કર આપી શકે છે.

ગુગલ હાલમાં તેના પ્લેટફોર્મ પર ઘણું પરીક્ષણ કરી રહ્યું છે. કંપની નવો લુક અને અનુકૂળ પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરી રહી છે. AI ફીચર ઉમેરવાની સાથે ગુગલ HTTPS આઇકોન બદલવાની પણ તૈયારી કરી રહ્યું છે. વપરાશકર્તાઓને તેની જગ્યાએ એક નવું આઇકન મળી શકે છે. હાલમાં જ ગુગલે ઇન્કોગ્નિટો ટેબને અપગ્રેડ કર્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch